યુક્રેનમાં ડંકો વગાડતા મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓ

વાઈબ્રન્ટ સિરામિક એક્સપો બાદ સમગ્ર વિશ્વમાં છવાઈ ગયેલા મોરબીના સિરામિક ઉધોગકારોએ યુક્રેનમાં યોજાયેલ સિરામિક એક્ઝિબિશનમાં  મોરબીની અવનવી પ્રોડક્ટ્સ રજૂ કરી બાયરોને મંત્રમુગ્ધ કરવાની સાથે મોરબીના સિરામિક ઉત્પાદનો અજોડ હોવાની સાબિતી આપી વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ યુક્રેન ખાતે સિરામિક એકઝિબીશનનું આયોજન થયું છે જેમાં મોરબીના સિરામીક ઉધોગકારોએ સ્ટોલ રાખી ઇન્ડીયન પેવેલીયનમા સિરામીકની બધી પ્રોડકટોને ડીસ્પલે કરીને મોરબી એક સિરામીક ઉધોગમા આગવું સ્થાન ધરાવે છે તે સાબિત કરી દીધું છે.
વધુમાં આ એકઝિબીશનમા પ્રથમ દિવસે બાયરો તરફથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને ઇન્ડિયન પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
અવનવી ડિઝાઇન, કલર કોમ્બિનેશન અને બાયરોને પસંદગીનો વિશાળ અવકાશ મળતા મોરબીની સિરામિક પ્રોડકટની આજે વિશ્વભરમા ડિમાન્ડ નીકળી છે અને આવનાર દિવસોમાં મોરબીના યુવા ઉધોગકારો વિશ્વના એક – એક દેશો મા પોતાની પ્રોડકટ ડીસ્પલે કરીને  વિશ્વનું પ્રથમ નંબરનું કલ્સ્ટર બનવા માટેની નેમ સાથે આગળ વધી રહ્યું હોવાનું મોરબી સીરામીક એસોસિએશન દ્વારા જણવાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.