- ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાથી અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે.
- 38 વર્ષીય ઘોષ, ફ્રાન્સિસ બર્ટ ચેમ્બર્સના બેરિસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જ વર્તમાન સેનેટર પેટ્રિક ડોડસનના સ્થાને ચૂંટાયા હતા.
International News : લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલે સેનેટર વરુણ ઘોષની સંઘીય સંસદમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે. વરુણે માત્ર 17 વર્ષની વયે જ પર્થમાં લેબર પાર્ટી સાથે જોડાયા હતા. ઘોષના માતાપિતા 1980ના દાયકામાં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને અહીં તેમણે ન્યુરોલોજિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. ઘોષે કહ્યું હતું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભારતીય મૂળના બેરિસ્ટર વરુણ ઘોષે નવા સેનેટર બન્યા બાદ ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. ઘોષ આમ કરનાર પ્રથમ વ્યક્તિ છે. આ અંગે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે તેમને અભિનંદન પાઠવ્યા હતા. પેની વોંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાથી અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. સેનેટર ઘોષ ભગવદ ગીતા પર શપથ લેનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન સેનેટર છે. મેં ઘણી વાર કહ્યું છે કે જ્યારે તમે કોઈ કામ કરવા માટે પ્રથમ હોવ, ત્યારે તમારે ખાતરી કરવી પડશે કે તમે છેલ્લા નથી.
લેબર પાર્ટીએ ઘોષને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યા છે. 38 વર્ષીય ઘોષ, ફ્રાન્સિસ બર્ટ ચેમ્બર્સના બેરિસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જ વર્તમાન સેનેટર પેટ્રિક ડોડસનના સ્થાને ચૂંટાયા હતા. સેનેટર વરુણ ઘોષની પસંદગી કરવામાં આવી છે. ચૂંટાયા પર, વરુણ ઘોષે તાજેતરમાં કહ્યું હતું કે, મને સારું શિક્ષણ પ્રાપ્ત થયું છે અને હું દૃઢપણે માનું છું કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ.