ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે ગુજરાતમાં મહત્વપૂર્ણ રોકાણ માટે અંદાજે રૂ.24 હજારકરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા.
ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂ. ર4 હજાર કરોડના રોકાણોના 6 પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ કરાર પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ આઇ.ઓ.સી.એલ. ના ચેરમેન એસ. એમ. વૈદ્ય એ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા.
ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે. ગુજરાતમાં રૂ. ર4 હજાર કરોડ (એટલે કે 3.3 બિલીયન યુ.એસ. ડોલર્સ)ના રોકાણોના 6 પ્રોજેકટસ વડોદરામાં શરૂ થવાના છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ પ્રસંગે કર્યો હતો
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને આઈઓસીએલ વચ્ચે કરાર
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પારદર્શી પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ અને ઊદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોના મહામારીના કપરા કાળ છતાં સતત ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ FDI મેળવનારા રાજય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. આઇ.ઓ.સી.એલ દ્વારા થનારૂં આ રોકાણ આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે તેના મૂળમાં ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે અપનાવેલા નવતર આયોજનો છે એમ જણાવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રોજેકટસના ખાતમૂર્હત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ત્વરાએ સંપન્ન કરાવીને પ્રોજેકટસ સમયસર પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે કોરોના-કોવિડ મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સન્તુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડયો અને કોવિડ-19માં જે હેલ્થ મેનેજમેન્ટ કર્યુ તે માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.