ઇન્ડિયન નેવી નું કોસ્ટલ મોટરકાર અભિયાન, કે જે કોલકતા થી 7500 કિલોમીટરનો ગુજરાત સુધીનો પ્રવાસ કરીને જામનગર આવી પહોંચ્યું હતું, અને જામનગરના વાલસૂરા ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોસ્ટલ મોટર કાર અભિયાન, ’સમ નો વરૂનાહ’ જેમાં કોલકાતા, પશ્ચિમ બંગાળથી લખપત, ગુજરાત સુધીની લગભગ 7500 કિલોમીટરની સમગ્ર ભારતીય દરિયાકાંઠે આવરી લેવામાં આવી છે. તેના જામનગર આઈ.એન.એસ. વાલસુરા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શ્રીમતી કલા હરિ કુમાર, પ્રમુખ (એન.ડબલ્યુ ડબલ્યુ એ) દ્વારા 16 એપ્રિલ ના રોજ આઈ.એન.એસ. વાલસુરા- જામનગર ખાતે મહિલાઓનું સ્વાગત કરાયું હતું.
આ અવસરને યાદગાર બનાવવા માટે ભારતીય નૌકાદળ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા નામની બે શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.