ઈન્ડિયન મુજાહીદ્દીનના આતંકી આરીફ ખાનની ધરપકડી દિલ્હી બ્લાસ્ટના અન્ય કાવતરા ખોરની જાણકારી મળશે: ભરૂચમાં આતંકી અબ્દુલ સુભાનની આકરી પુછપરછ
વર્ષ ૨૦૦૮માં દિલ્હી ખાતે શ્રેણીબદ્ધ ધડાકામાં સંડોવાયેલા ઈન્ડિયન મુઝાહીદ્દીનના આતંકી આરીઝ ખાન ઉર્ફે જુનેદની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત ૨૦૦૮માં અમદાવાદ ખાતે યેલા સીરીયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને ઈન્ડિયન મુઝાહીદ્દીનના આતંકી અબ્દુલ સુપાન ઉર્ફે તૌકીરની ભરૂચમાં પોલીસ આકરી પુછપરછ કરી રહી છે.
ગઈકાલે દિલ્હીમાં આરીઝ ખાનની ધરપકડ બાદ દિલ્હી પોલીસ સ્પેશીયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુસ્વાહે કહ્યું હતું કે, આરીઝ ખાનની સંડોવણી દિલ્હી સીરીયલ બ્લાસ્ટમાં હતી જેમાં ૧૬૫ લોકોના મોત નિપજયા હતા. ખાન બોમ્બ બનાવવામાં અને ષડયંત્ર ઘડવામાં ઉસ્તાદ છે. બાટલા હાઉસમાં માર્યા ગયેલા આતિફ અમીન સો પણ ખાન સંડોવાયેલો હતો. જે અગાઉ ૨૦૦૭માં ઉત્તરપ્રદેશ, ૨૦૦૮માં જયપુર, દિલ્હી અને અમદાવાદના બ્લાસ્ટમાં પણ માસ્ટર માઈન્ડ હતો.
બીજી તરફ ઈન્ડિયન મુઝાહીદ્દીનના સહ સપક અને અમદાવાદ સીરીયલ બ્લાસ્ટના અબ્દુલ સુભાનની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ કડક તપાસ કરી રહી છે. આ આતંકીએ સુરતમાં પણ શ્રેણીબધ્ધ ધડાકા કરવાનું કાવતરુ ઘડયું હતું. જુલાઈ ૨૦૦૮ના રોજ સુરતમાંથી ૨૯ બોમ્બ મળી આવ્યા હતા. બોમ્બ ફૂટી ન શકયા હોવાના કારણે અનેક લોકોના જીવ બચી ગયા હતા. અબ્દુલ સુભાને ભરૂચમાંથી બે કાર ચોરી હતી અને બન્નેમાં વિસ્ફોટકો ભરી અમદાવાદની સિવિલ તા એલજી હોસ્પિટલમાં પ્લાન્ટ કરવામાં આવી હતી. દિલ્હીની સ્પેશ્યલ સેલ દ્વારા તાજેતરમાં સુભાનની ધરપકડ કરાઈ હતી. સુભાન ૧૦ વર્ષી નાસ્તો ફરતો હતો. હાલ તેની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ આકરી પુછપરછ કરી રહી છે.
આ ઉપરાંત સુરક્ષા તંત્રને ત્રીજી એક સફળતા પણ મળી છે. સૈન્યના ઈન્ટેલીઝન્સ સોની સંયુકત કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ ભરૂચમાંથી બાંગ્લાદેશના ઘુસણખોરને ઝડપી પાડયો છે. જેનું નામ આઝામ ફૂકીર ઉર્ફે કુતીશ ફકીર હોવાનું જાણવા મળે છે. આ શખસ બાંગ્લાદેશમાં હત્યા કરી ભારત આવી છુપાયો હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. પોલીસ આ શખ્સની આતંકી પ્રવૃતિઓમાં સંડોવણી છે કે નહીં તે તપાસી રહી છે. પશ્ર્ચિમ બંગાળની સરહદેી પાંચ વર્ષ પહેલા અઝામે ભારતમાં ઘુસણખોરી કરી હતી.
ત્યારબાદ તે વિરમગામ તેમજ અમદાવાદમાં સયી યો હતો અને ભ‚ચમાં પણ બે વર્ષ રહ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ગુજરાત એટીએસ દ્વારા સલમાન શેખ, અઝીઝ શેખ તેમજ રાજુ શેખ નામના બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો બાંગ્લાદેશમાં ખૂન, લૂંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા અને પશ્ર્ચિમ બંગાળની સરહદેથી ભારતમાં ઘુસ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોને ૩ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. હાકુરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી બાદ આતંકવાદીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ફાયરીંગ તા સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક વિદેશી સહિત ત્રણ આતંકીઓને ઠાર કરાયા હતા. ઠાર કરાયેલા આતંકીઓના નામ મોહમદ ઈશા ફજલી ઉર્ફે ઈશા રુહુલ્લા અને સૈયદ ઔવશ હોવાનું જાણવા મળે છે.