અભિનેત્રીએ બોલીવુડ અને હોલીવુડની તુલના કરી

સોનમ કપૂરની નવી ફિલ્મ ‘પેડમેન’ મહિલાઓના પીરીયડ્સ અને સેનેટરી નેપકીનના મુદાને લઈને છે. તેણે નવી દિલ્હી ખાતે ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, મહિલાઓને લઈ ભારતીય ફિલ્મ ઉધોગ ૨૦ વર્ષ પછાત છે અહીં મોટેભાગે પુરુષપ્રધાન ફિલ્મો જ બને છે. જો કે, સોનમની ફિલ્મ ‘નીરજા’ એર હોસ્ટેસની બહાદુરી પર આધારીત હતી.

સોનમે હોલીવુડનો દાખલો આપતા જણાવ્યું કે, વિદેશમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બને છે. આપણે હોલીવુડથી બે દશકા પાછળ છીએ. સોનમની બહેને એક ફિલમ બનાવી છે. ‘વીરે દી વેડિંગ’ જેમાં ભાઈના લગ્ન માટે બહેનો તૈયારી કરે છે. આ ફિલ્મ મહિલાપ્રધાન છે. જેમાં કરીના કપુરની પણ ભૂમિકા છે.

સોનમ આઝાદ ખ્યાલો ધરાવતી સેલેબ્રીટી છે. તેણે મનનો માણીગર પણ પસંદ કરી લીધો છે. સોનમ પણ આ વર્ષે પરણીને ઠરીઠામ થાય તેવી અફવા છે પરંતુ ૩૨ વર્ષની સોનમને કોઈ જલ્દી નથી. સોનમની ફેશન સેન્સની હંમેશા ચર્ચા થાય છે. ફલોપ ફિલ્મ ‘સવારિયા’થી શરૂઆત કર્યા પછી તે ‘ઈન ડીમાન્ડ’ છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પણ તે છવાઈ જાય છે. સોનમ કપુર વિદેશી ફિલ્મી મેળાવડાઓમાં હાજરી આપે છે. તે કહે છે કે મને પણ હોલીવુડમાં કામ કરવું ગમે પરંતુ ત્યાં જવાની કોઈ જ ઉતાવળ નથી. તેના પિતા અનિલ કપુરે વિદેશી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.