રોંગ સાઈડમાંથી ઓવરટેક કરવાને કારણે રોડ અકસ્માતોની સંખ્યા ખુબ જ વધતી જાય છે. કેટલાક કિસ્સાઓમાં અકસ્માતમાં ઘવાયેલા માણસો મૃત્યુ પામતા હોયછે. રાજય અને રાષ્ટ્રીયસ્તરે પોલીસ અને આરટીઓ દ્વારા રોંગ સાઈડમાંથી ઓવરટેક કરવાની પ્રથા ચુસ્ત રીતે બંધ કરાવવી જરૂરી છે.
આ માટે સરકારે, પોલીસ કે આરટીઓ તંત્રને કડકમાં કડક પગલા ભરવા જોઈએ જેથી મહામુલી માનવ જીંદગી બચી શકે. દેશમાં ઘણા જ સારા રસ્તાઓ હોવા છતાં અકસ્માતો થાય છે ત્યારેજે રીતે અન્ય કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ અગત્યતા રોંગ સાઈડમાંથી ઓવરટેઈક બંધનેઆપવાની જરૂર છે. આનો અમલ જરૂર પડયે સખ્તાઈથી કરવાની રજુઆત કરવામાં આવે છે. રોંગ સાઈડ ઓવરટેઈક અત્યારની ગંભીર સમસ્યા છે પરંતુ બધાએ ઘણું જ સહજ ગણી લીધેલ હોવાથી ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. સ્વચ્છતા અભિયાનની જેમ જ રોંગ સાઈડ ઓવરટેઈક બંધ કરો માટે પણ અભિયાનની અત્યંત આવશ્યકતા છે. તેવી ભારતીય મજદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે રજુઆત કરીછે.