તાજેતરમાં રાજકોટ ખાતે ઈન્ડિયન લાયન્સ ફ્રેન્ડસની ૨૦૧૯-૨૦ની નવી કમિટીની શપવિધિ તેમજ પદગ્રહણ સમારોહ યોજાયેલ, જેમાં પી.ડી.યુ. હોસ્પિટલના અધિક્ષક ડો.મનિષ મહેતાએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રભાવનાને કેન્દ્ર સને રાખીને સમાજ સેવાને વરેલી આ કલબમાં રાજકોટનાં વરિષ્ટ અને સેવાભાવી તબીબો અને આરોગ્ય કર્મીઓ જોડાયેલા છે. ડો.ગિરા માંકડ (ઉપપ્રમુખ) અને ડો.જયોતિ હાથી (ઉપપ્રમુખ), ડો.જયતિ બુચ (સેક્રેટરી) અને ડો.ધવલ કારોરિયાએ જોઈન્ટ સેક્રેટરી તરીકે તા ડો.દિનેશચન્દ્ર ચૌહાણે ખજાનચી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમજ ડો.કલ્પેશ હાથી, ડો.હરેશ ભાડેસિઆ, ડો.મીતેશકુમાર ભંડેરી, ડો.કિરીટ પટેલ, ડો.સંજય દેસાઈ અને ધરતીબેન ચાવડાએ બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે શપથ લીધા હતા.
આ સાથે જ નર્સીંગ સ્ટાફ માટેની સ્કૂલનાં પ્રિન્સીપાલ ધરતીબેન ચાવડાની પ્રેરણાથી નર્સીંગ વિર્દ્યાથીનીઓ પણ ઈન્ડિયન લાયન્સ ફ્રેન્ડસની સાથે “ઈન્ડિયન લીઓ રાઈઝીંગ સ્ટાર નામે નવી લીઓની શરૂઆત કરી હતી.
આ તબક્કે મેયર બીનાબેન આચાર્ય, ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા, ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યા, નેશનલ વાઈસ ચેરમેન, અક્ષયભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.