વિશ્વ મહિલા દિન ઊજવણી અન્વયે ઈન્ડિયન લાયન્સ એચીવર્સ ક્લબ રાજકોટ દ્વારા નટરાજ સોશિયલ ગ્રુપ ની 100 બહેનો નો મોટીવેશનલ સ્પિચ નું આયોજન કરવામાં આવ્યું.. વક્તા તરીકે ઈન્ડિયન લાયન્સ એચીવર્સ ક્લબ રાજકોટ પ્રમુખ તથા શાળા નં 93નાં આચાર્ય વનિતાબેન રાઠોડ, પુર્વ મેયર અને એડવોકેટ ભાવનાબેન જોશિપુરા તથા મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, પોલીસ ટ્રેનર ધારાબેન ઠાકર હાજર રહ્યા. આ ઉપરાંત નવા કોર્પોરેટર બહેનો રુચિતાબેન જોશી અને કંચનબેન સિધ્ધપુરા હાજર રહ્યા. પૂર્વ કોર્પોરેટર અને નટરાજ સોશિયલ ગ્રુપ પ્રમુખ લીનાબેન રાવલ હાજર રહ્યા. સર્વ નારી પ્રતિભા મહેમાનોનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું. ઈન્ડિયન લાયન્સ એચીવર્સ ક્લબ રાજકોટ નાં સભ્ય શાંતિભાઈ ચાનપુરા, લતાબેન કાંજીયાણી, જ્યોત્સનાબેન ગોસાઇ અને ઉષાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા. નટરાજ સોશિયલ ગ્રુપનાં મહિલા સભ્યોને વક્તા દ્વારા સ્ત્રી સશક્તિકરણ અંગે અને કાયદાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું. નટરાજ સોશિયલ ગ્રુપ ની સર્વ પધારેલા મહિલાઓ કે જેઓ સિવણ, બ્યુટીપાર્લર અને કમ્પ્યુટર ક્લાસ કરી આત્મનિર્ભર બની છે તે સર્વને ભેટ અર્પણ કરી એમનું સર્વ નું સન્માન કરવામાં આવ્યુ.. આ કાર્યક્રમના ઈનામના દાતા તેમજ ઇન્ડિયન લાયન્સના સભ્ય અને મોટિવેશન સ્પીકર, એન્કર શ્રી શાંતિલાલ ચાનપુરાએ કાર્યક્રમનું સફળ સઁચાલન કર્યું.