ભારતીય પત્રકારે રિપોર્ટિંગ કરતી વખતે બોમ્બ ધડાકા વચ્ચે પોતાને સુરક્ષિત જગ્યાએ છુપાવી
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સોશ્યિલ મીડિયા પર યુદ્ધના ભયાનક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. દરમિયાન, આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય પત્રકાર બોમ્બ ધડાકા વચ્ચે રિપોર્ટિંગ કરતી વખતે પોતાને સુરક્ષિત જગ્યાએ બચાવી રહ્યો છે.
इजराइल में भीषण बमबारी के बीच @aajtak के जर्नलिस्ट अपनी जान की परवाह किए बिना आप तक ग्राउंड जीरो से रू-ब-रू करा रहे हैं। #IsraelPalestineWar #IsraelHamasWar pic.twitter.com/SUWt6RVHei
— RUSTOM (@rustambairagi) October 9, 2023
દરમિયાન, યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર આકાશમાંથી બોમ્બમારો કરી રહ્યું છે. ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લેવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે, જેના કારણે ત્યાં વીજળી, પાણી અને ખોરાકનો પુરવઠો બંધ કરી દેવામાં આવશે.