ફેશન પ્રિય લોકો માટે ગોલ્ડન જવેલર્સ દ્વારા ૧પ૦ ફુટ રોડ, ફોર્ચ્યુન હોટેલ ખાતે તા.૧૭ સુધી સવારે ૧૧ થી ૮.૩૦ દરમિયાન સોના અને ડાયમંડની કલાત્મક જવેલરીના એકિઝબીશન ઇન્ડીયન જવેલરી શોનું આયોજન થયું છે. જેમાં નામાંકિત જવેલર્સ ભાગ લીધો છે.
વેસ્ટર્ન અને બ્રાઇડલ પ્રકારની જવેલરી અમારીપાસે ઉપલબ્ધ: આનંદ શાહ જવેલર્સના મનીષભાઇ
આનંદ શાહ ગોલ્ડન જવેલર્સના મનીષભાઇ એ જણાવ્યું હતું કે અમારી જવેલરીમાં તમને યુનિકનેસ જોવા મળશે જેમાં બર્હસ, લીવ્ઝ ફલાવર્સ એ ટાઇપનો ડિઝાઇન તમને જોવા મળશે. અમારી પાસે ત્રણ લાખથી લઇને ૩૦ લાખ સુધીની જવેલરી ઉપલબ્ધ છે.
આ સિવાય અમારી પાસે સિગલ પીસ કન્સેપ્ટ, બ્રાઇડલ ક્ધસેપ્ટ વગેરેમાં પણ તમને અલગ ડીઝાઇન જોવા મળશે અમારી જવેલરી વેસ્ટર્ન તેમજ બ્રાઇડલ બંને ટાઇમમાં પહેરી શકો એ રીતની છે એકિઝબીશનને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમને ખુબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે: આઇ.જે. એસ.ના ફાઉન્ડર પ્રણવ ઝવેરી
આ તકે આઇજેએસના કો–ફાઉન્ડર પ્રણવ ઝવેરીએ જણાવ્યું હતું કે અમે લાસ્ટ યર પણ આવ્યા હતા. અને આ અમારું બીજું વર્ષ છે લાસ્ટ પર કરતાં આ વર્ષે આઇજેઅસના એકિઝબીશનમાં અમને રીસ્પોન્સ સારો લાગે છે. અને આ વખતે વધારે જવેલર્સ અમારી સાથે છે. લાસ્ટ પર અમે ફોર્ચ્યુનના એક હોલમાં એકિઝબીશન કર્યુ હતું. આ વર્ષે અમે ફોર્ચ્યુન હોટલના બંને હોલમાં એકિઝબીશન કરી રહ્યા છીએ. કસ્ટમર્સનો રીસ્પોન્સ અમને ખુબ જ સારું લાગે છે એટલે બેક ટુ બેક દર વર્ષે અમે રાજકોટમાં એકિઝબીશન કરીએ છીએ. અને સારા સારા જવેલર્સ લાવીએ છીએ જેમના જેવી જવેલરી રાજકોટમાં કયાંય નહિ મળે.
પીકોક ટાઇપના સેટમાં અમારી માસ્ટરી: ગોલ્ડન જ્વેલર્સના રાજેશભાઇ
આ તકે ગોલ્ડન જવેલર્સના રાજેશભાઇએ જણાવ્યું હતું કે અમે સુરતથી આવીએ છીએ. અમારી પાસે મેમેરીટી અમારી ડીઝાઇનર જવેલરી હોય છે. એ યુનિક જે સિગલ પીસ કહેવાય કે સેક્ધડ રીપીટ નથી કરતાં તમે જે જવેલરી ખરીદો એ સિંગલ પીસ જ હોય છે .
અમારી જવેલરીમાં સ્ટોન, મોતી, જડતર એ બધી ડીઝાઇન જોવા મળે છે જેમાં કોઇ દિવસ કોઇપણ પ્રકારની ફરીયાદ આવતી નથી. કે બ્લેક થઇ જાય કે કોઇ નુકશાન થાય. અમારી માસ્ટરી પીકોક ટાઇપના સેટમાં છે. જેની લોકોમાં વધારે ડિમાન્ડ રહે છે.