આઈ.આઈ.જી. ગ્રુપની એન્ડ્રોઈડ એપ અને વેબસાઈટ ખૂલ્લી મુકાઈ:
બે હિન્દી ચેનલો શરૂ કરાશે
પ્રમુખ સ્વામી ઓડિયોરીયમ ખાતે ઈન્ડિયન ઈન્ટેલિજન્સ ગ્રુપ (આઈ.આઈ.જી.) દ્વારા એક લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના અંતર્ગત આઈ.આઈ. જી. ગ્રુપ ઓફ કંપનીના ફાઉન્ડર અને સી.ઈ.ઓ પ્રશાંત મીઠીયાએ ઈનસાઈડ ઈન્ડિયા ન્યુઝ ચેનલ તથા ઈનસાઈડ બિઝનેસ અમે બે હિન્દી ચેનલનું પ્રિલોન્ચિંગ તેમજ આઈ.આઈ.જી. ગ્રુપની વેબસાઈય અને એપ્લીકેશનનું પણ લોન્ચિંગ કર્યું હતુ. જેમાં આઈ.આઈ.જી. ગ્રુપના સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ડિયન ઈન્ટેલિજન્સ ગ્રુપ ઓફ કંપનીઝ (આઈ.આઈ.જી.)ના ફાઉન્ડર પ્રશાંત મીઠીયાએ જણાવ્યું હતુ કે અમે લોકોએ આજ રોજ પ્રમુખ સ્વામી ઓડિયોરીયમ ખાતે આઈ.આઈ.જી. ગ્રુપનું વિધિવત લોચીંગ કર્યું કે સાથે આઈ.આઈ.જી. ગ્રુપની વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ્લીકેશનનું પણ લોન્ચીંગ કર્યું છે. આઈ.આઈ.જી.ગ્રુપ એવું વિચારે છે કેભારતમાં યુવા પ્રતિભાવોની કોઈ કમી નથી પણ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્લેટફોર્મ મળે, તેવું ડેવલોપમેન્ટ થાય અને તેની બુધ્ધિશકિતનોલાભ દેશને મળે એ માટે જ આઈ.આઈ.જી. ગ્રુપને આપણે ઈન્ટ્રોડયુસ કર્યું છે જે માત્ર સોશિયલ ઈવેન્ટસ નહિ કરે, સાથે સાથે સારા એવા બિઝનેસ પ્રોજેક્ટ પણ ઈન્ટ્રોડયુઝ કરશે, જેથીકરીને બેરોજગારીનો પ્રશ્ન અને જેકાંઈ પણ બીજા પ્રશ્નો છે.
ઈકોનોમિકસને લગતા એમાં ઘણા ખરા અંશે આપણે સોલ્યુશન કરી શકીએ તો આગામી ટૂંક સમયમાં આઈ.આઈ.જી. બે પ્રોગ્રામ ઈન્ટ્રોડયુસ કરવા જઈ રહ્યું છે. એકતો ઈનસાઈડ ઈન્ડિયા ન્યુઝ ચેનલ ૨૪-૭ હિન્દી ન્યુઝ ચેનલ અને એક છે ઈનસાઈડ ઈન્ડિયા બિઝનેસ ચેનલ હિન્દી બિઝનેસ ચેનલ જે પણ વર્લ્ડવાઈડ પ્રસારણ અને વર્લ્ડવાઈડ નેટવર્ક સાથષ આઈ.આઈ.જી. ગ્રુપ સેન્ટ્રલ ફોર એકસસબઝ પ્લાનીંગ કરે છે.જેના દ્વારા આપણે સારા એવો પ્રતિભાવો યુવાનોને આઈ.એસ, આઈ.પી.એસ, અને યંગ ઈન્ટરપ્રીનોયરશીપની ટ્રેનીંગ પ્રોવાઈડ કરીશું સાથે સાથે બધા લોકોનું ડેવલોપમેન્ટ થાય એવી એક કાર્ય રચના કરવી છે. અને એ લોકોને આપણે વર્લ્ડવાઈડ પ્લેટફોર્મ જોબ અને બિઝનેસ માટે ફંડ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ જેવી અલગ અલગ ફેસીલીટીસ આપણે યુવાનોને પ્રોવાઈડ કરીશું આગામી ૨૪ અથવા ૨૫ તારીખના રોજ અમદાવાદ ખાતે એક યંગ ઈન્ટરપ્રિયોનશીપ પ્રોગ્રામના બેઈઝ પર યુથ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ તેમાંથી જે કાંઈ પણ ટેલેન્ટ બહાર આવશે તેને અમારી કંપનીઝ માટે જોબમાં ઈન્ટ્રોડયુઝ કરીશું.