ગુજરાત સ્થાપના દિને રવિવારે યોજનારા કાર્યક્રમના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ-અધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે આગામી રવિવારના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે સપ્તરંગી સાંજનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના અનુસંધાને સ્થળ મુલાકાત મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્ટેટ સમિતી ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ડે.કમિશનર ચેતન નંદાણી, તેમજ લાઈટીંગ, મંડપની એજન્સીઓ તથા ઓલ બોલીવુડ ઇવેન્ટના દિવ્યાબેન નાયકે લીધી હતી.
પદાધિકારીઓએ સ્થળ મુલાકાત દરમ્યાન મંચ સજ્જા, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, લાઈટીંગ વગેરે બાબતોએ ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પુરૂ પાડેલ. આ ઉપરાંત મેદાનમાં દર્શકો વિશાળ કદની એલ.ઈ.ડી. સ્ક્રીન પર પણ કાર્યક્રમ માણી શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
રિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂણીતા કાનજીલાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટની સુમધુર ગાયકીએ તેઓને દેશ વિદેશમાં ખૂબ જ લોક ચાહના અપાવી છે.
હાલમાં, આ જ ચેનલ પર રજુ થઈ રહેલ બાળકો માટેના સિંગિંગ રિયાલિટી શો સુપર સ્ટાર સિંગરમાં પણ પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે વગેરે મેન્ટોર તરીકે ભાગ લઈ રહ્યા છે.