ભારતીય મહિલાઓએ લંડનમાં યોજાયેલા વુમન હોકી વર્લ્ડ કપ કવોટર ફાઇનલ માટેના મેચમાં ખુબ જ આક્રમક પ્રદર્શન કરતા ઇટલીને ૩-૦ થી હરાવી કવોટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અંતીમ ૮માં ભારતની ટકકર આયરલેન્ડ સામે થશે. થર્ડ કવોટરમાં બાલરેમસિયામીએ ૯મી મીનીટે ગોલ કરી ભારતને લીડ અપાવી અને તેહા ગોયલે છેલ્લી મીનીટે આક્રમક પ્રદર્શન કરતા જીત લગભગ નિશ્ચિત કરી હતી.
૧૯૭૮ ના મેડરીડના મુકાબલા બાદ પહેલી વખત વુમન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતે ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું છે. જીત બાદ ભારતીય હોકી ટીમને કેપ્ટન રાની રામપાલ જણાવે છે કે અમે અહી મેચ જીતવા આવ્યા હતા. આ મેચ ખુબ જ મહત્વની હતી. પણ જર્ની હજી પુર્ણ થઇ નથી. હવે અમે આગામી મેચ માટે વધુ સારી રીતે તૈયારી કરીશું ભારતની આગામી વુમન્સ હોકી મેચ શુક્રવારે આર્યલેન્ડ સામે યોજાશે આ પૂર્વ પણ ભારત આર્યલેન્ડ સામે પુલ ગેમ રમી ચુકયુ છે પણ આ વર્લ્ડ કંપની રમત છે માટે આ મેચ વધુ રસપ્રદ બનશે. જો આજે આર્યલેન્ડ ભારત સામે જીત મેળવશે તો ટીમ ઇન્ડિયા નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન નિશ્ર્ચીત કરી લે તેવી શકયતાઓ છે. ગત વર્ષે જોહનીસ બર્ગમાં રમાયેલ હોકી વર્લ્ડ લીગની સેમી ફાઇનલમાં ભારતને આર્યલેન્ડ સામે ૧-૨ થી હારનો સામનો કરવો પડયો હતો માટે ફાઇનલ તરફ આગળ વધતા ભારતે ઇરાદાપૂર્વક મેદાનમાં ઉતરવું પઢશે.