યુરોપની ખ્યાતનામ શુઝ કંપની બાટાના ગ્લોબર સીઈઓ બન્યા ભારતના સંદીપ કટારિયા
૧૨૬ વર્ષે બાટાના પગરખામાં ભારતીયનો ‘પગ’ પેસારો થયો છે જી, હા, આંતરરાષ્ટ્રીય શુઝ કંપની બાટા કે જે યુરોપની અને ૧૨૬ વર્ષ જૂની કંપની છે. તેના સીઈઓ તરીકે પ્રથમ વખત ભારતીય વ્યકિતની નિમણુંક થઈ છે. આ સન્માન મેળવનાર ભારતીય વ્યકિત સંદીપ કટારિયા છે જેઓ બાટામાં આ સ્તરે પહોચનાર પ્રથમ ભારતીય વ્યકિત છે. સંદીપ કટારિયા એલેકસીસ નાસરદની જગ્યાએ કમાન સંભાળશે.
સંદીપ કટારિયાની બાટાના સીઈઓ તરીકે નિમણુંક થતા ભારતની યશકલગીમાં વધુ એક છોગ્ગુ ઉમેરાયું છે. કારણ કે ભારતનાં અને ભારતીય મૂળના એવા ઘણા પ્રતિષ્ઠિત વ્યકિતઓ છે. કે જેઓ વિદેશી કંપનીઓમાં પગદંડો જમાવી બેઠા છે. વૈશ્ર્વિક કંપનીઓમાં ભારતીયોની વાત કરીએ તો, માઈક્રોસોફટનાં સીઈઓ સત્ય નડેલા, આલ્ફાબેટ ગુગલના સુંદર પીચાઈ, માસ્ટરકાર્ડના અજય બંગા, આઈબીએમનાં અરવિંદ ક્રિશ્ર્ના, રેકિટ બેંકીસરનાં લક્ષ્મણ નરસિંહરામન, ડીયાગોના ઈવાન મેનેજીસ, નોવાર્ટિસના વસંત નરસિંમહા છે કે જેઓએ ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પગદંડો જમાવ્યો છે.
સંદીપ કટારિયા કે તેઓ બાટા ઈન્ડિયાના સીઈઓ તરીકે કંપની સાથે વર્ષ ૨૦૧૭માં જોડાયા હતા અને હવે, તેઓ બાટા-ગ્લોબલના સીઈઓ બન્યા છે. સંદીપ કટારીયાની વાત કરીએ તો, તેઓએ આઈઆઈટી દિલ્હીથી એન્જીનીયરીંગ કર્યું હતુ ૧૯૯૩ પીજીડીબીએમ બેંચના ગોલ્ડ મેડાલીસ્ટ પણ છે. તેમને ૨૪ વર્ષનો કામનો અનુભવ છે. ભારત અને યુરોપમાં યુનિલિવર, યુમ બ્રાન્ડસ અને વોડાફોનમાં કામ કરી ચૂકયા છે. ૧૭ વર્ષ સુધી તેઓ ક્ધઝયુમર ગુડસ કંપની હિન્દુસ્તાન યુનિલિવર સાથે જોડાયેલા હતા બાટા ઈન્ડિયામાં આવતા પહેલા તેઓ વોડાફોન ઈન્ડિયા સાથે જોડાયેલા હતા.
બાટા કંપની યુરોપના ચેક રિપબ્લિક દેશની કંપની છે. જેની સ્થાપના ૧૮૯૪માં થઈ હતી જેનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના લાઉસેન શહેરમાં સ્થિત છે.