તમે સુપરમેન વિશે તો સાંભળ્યું જ હશે. ક્રિકેટ જગતમાં પણ હવામાં ઉડીને કેચ કે ફિલ્ડિંગ કરે તેને સુપરમેન કહેવામાં આવે છે. પુરુષ ક્રિકેટ વિશે અવાર નવાર ચર્ચાઓ કરવામાં આવે છે પરંતુ મહિલા ક્રિકેટ વિશે ભાગ્યેજ ચર્ચા કરવામાં આવે છે. જો કે મહિલા ક્રિકેટરો જરાય પણ પુરુષ ક્રિકેટરોથી ઉતરતી નથી. આ વાત એટલા માટે કારણ કે હાલ ઇંગ્લેન્ડ અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે સીરિઝ રમાઇ રહી છે. આ સીરિઝની ત્રીજી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાતાએ એવો કેચ પકડ્યો કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે. લોકો સ્મૃતિને ફ્લાઇંગ વૂમન કહેવા લાગ્યા છે.
https://twitter.com/imfemalecricket/status/1411337366204076035
ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચને 4 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં મિતાલી રાજની 75 રનની મેચ વિનિંગ ઈનિંગે ભારતીય ટીમને જીત અપાવી હતી. એટલું જ નહીં ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર ગણાતી સ્મૃતિ મંધાનાએ બેટિંગ અને ફિલ્ડીંગમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરીને મેચને જીત તરફ લઇ જવામાં સફળતા મળી હતી.
ઈંગ્લેન્ડની બેટિંગ ઇનિંગ દરમિયાન દિપ્તી શર્મા બોલિંગ કરી રહી હતી ત્યારે બેટ્સમેન નટાલી સ્કિવેરે સ્ટેપ આઉટ કરીને લોફ્ટેડ શોટ માર્યો હતો. ત્યારે બોલ મિડવિકેટ તરફ હવામાં ઉછડ્યો હતો. આ દરમિયાન બોલને પકડવા માટે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતે દોડ લગાવી હતી. આ કેચ પકડવો લગભગ અશક્ય હતો, તેવામાં સ્મૃતિ મંધાનાએ ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો.
સ્મૃતિ મંધાનાનો આ કેચ જોઇને બધા અચંબિત થઈ ગયા હતા. તેના કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, દરેક ફેન આ કેચની પ્રશંસા કરી રહ્યા છે.