‘મન હોય તો માળવે જવાય’ ભારતીય માછીમારો કમાણી માટે જયારે દરિયો ખેડતા હોય છે ત્યારે અનેકવિધ જોખમો તેમનાં શીર ઉપર હોય છે. એવી જ એક ઘટના ઘટી જેમાં ૯ ભારતીયોને કોઈ એક વ્યકિત દ્વારા ગર્લ્ફ દેશમાં જઈ નોકરી મળી જવાની અને આપવાની લાલચ આપી હતી પરંતુ કોઈપણ કારણોવર્ષ તેઓ ભારત ફરવા મજબુર થયા હતા. ૫૦૦ લીટર ઈંધણની સાથે અને અડધું બાચકુ ડુંગળી સાથે અને નશીબનાં જોરે તેઓ યમનથી નિકળી કોચી તટ પર આવી પહોંચ્યા હતા. ભારતની ધરતી પર પગ મુકતાની સાથે તેઓ ધરતી માંને નમન કરી ભાવુક થઈ ગયા હતા.
તેઓનાં જણાવ્યા અનુસાર કેરળના બે અને તમિલનાડુના ૭ માછીમારો પાછલા ૧ વર્ષથી યમનમાં ઉત્પીડનનો શિકાર થઈ રહ્યા હતા. ગમે તેમ કરીને તેમણે પોતાના માલિકની બોટ ચોરી કરી અને તેમાં બેસીની નીકળી પડ્યા. સતત ૧૦ દિવસો સુધી ૩૦૦૦ કિમી લાંબી દરિયાઈ મુસાફરી કર્યા બાદ તેઓ ભારત આવી શક્યા. તેમને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો શુક્રવારે બપોરે કોચ્ચી તટ પર લાવ્યા. હકીકતમાં આ ઘટનાની શરૂઆત ૧૩ ડિસેમ્બર ૨૦૧૮એ શરૂ થઈ હતી. જ્યારે આ માછીમારોએ તિરુવનંતપુરમ છોડીને કોઈ એવા તટને શોધવા લાગ્યા જ્યાં વધારે માછલીઓ મળી શકે. જોકે આ વચ્ચે એક યમન એમ્પ્લોયરે તેમને લાલચ આપીને કેદ કરી લીધા. તે માછીમારોને બોટમાં જ રાખતો અને કામ કરાવતો. તેના બદલે માછીમારોને માત્ર ખાવાનું મળતું. પોલીસે જણાવ્યું કે આ માછીમારોએ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી છે અને તેમને શનિવારે ઈમિગ્રેશનની ઔપચારિકતા પૂરી કર્યા બાદ પરિજનોને સોંપી દેવામાં આવશે. એક કોસ્ટલ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમણે ફોન પર પોતાના પરિવાર સાથે વાત કરી અને ડીનર કર્યું. અમને ખબર મળી છે કે શનિવાર સુધી તેમના પરિજનો કોચી તટ પર પહોંચી જશે. જો કોઈ બીજી સમસ્યા ન થઈ તો તેમને છોડી મૂકવામાં આવશે. કોસ્ટગાર્ડ ઓફિસરનાં જણાવ્યા અનુસાર તે તમામ ખલાસીઓ પાસેથી એક પણ પ્રકારનું એવી કોઈ ચીજવસ્તુઓ મળી ન હતી જેનાથી તેઓ પર શંકા કરી શકાય. તમામ માછીમારો જે યમનથી પરત ફર્યા હતા તેઓને કસ્ટડીમાં લઈ તમામ ચીજવસ્તુઓ અંગે પુછતાછ અને પુછપરછ કરવામાં આવી હતી જેમાંથી અનેકવિધ હકિકતો અને ઘટસ્ફોટ થયા હતા.