ભારત દુનિયાનું સૌથી મોટુ પ્રભાવશાળી અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે: શેખર કપૂર
હૈં પ્રિત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું, ભારતની આ કહાની વર્ણવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે કાન્સમાં પ્રખ્યાત પલાઇસ ડેસ ફેસ્ટિવલ્સમાં ભારતીય ફોરમને સંબોધન કર્યું હતું. 6000 વર્ષ જુની સંસ્કૃતિ અને 1.3 અબજ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીશ્રીએ વિદેશ અને ભારતના ફિલ્મસર્જકો, પત્રકારો, પ્રતિનિધિમંડળો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકો સમય મુખ્ય સંબોધન આપ્યું હતું.
કાન્સના મહત્વ પર બોલતા મંત્રીએ જણાવ્યું હતુંકે,વર્ષોથી, ફેસ્ટિવલ ડે કાન્સએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મંત્રીએ ભારતીય સિનેમાની ઐતિહાસિક ઊંચાઇની નોંધલીધી હતી અનેજણાવ્યું હતુંકે,ભારતીય સામગ્રી વૈશ્વિક પ્રેક્ષકોના દિલ અને દિમાગ પર રાજ કરી રહી છે અને 1946માંપ્રસિદ્ધ ભારતીય ફિલ્મ નિર્માતા ચેતન આનંદની ફિલ્મની ચાનગરને પામડી’ ઓર આપીને તે દિશામાં પ્રગતિનો પાયો નંખાયો હતા ેઅને એક દાયકા પછી 1956માં, સત્યજીતરેની પાથેરપાંચાલીને પામડી’ઓરસન્માન આપવામાં આવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતં કે, આજેઆખી દુનિયામાં આપણી સિનેમેટિક ઉત્કૃષ્ટતાની માન્યતા મળી હોવાથીદેશને દુનિયાના સામગ્રીનાહબ તરીકે જોવામાં આવે છે
મંત્રીએ પ્રેક્ષકોને કાન્સમાં ભારતીય સ્ટાર્ટઅપ્સની હાજરી અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ તેમની ટેકનિકલ પારંગતતાનું પ્રદર્શન કરશે
મંત્રીએ પ્રેક્ષકોને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાંઓ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, જ્યારે કેન્દ્ર છેલ્લા 8 વર્ષથી સહ-નિર્માણને વેગ આપવા માટે, ફિલ્મોના શૂટિંગ માટે અને ભારતમાં ફિલ્મો માટેની સુવિધા પૂરી પાડવા માટે મુખ્ય પહેલોની પરિકલ્પના રાખે છે તો સાથે સાથે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ તેમની પોતાની ફિલ્મ સુવિધાની નીતિઓ તૈયાર કરી છે અને સહ-નિર્માણની તકો પૂરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો પાછળનો મૂળ ઉદ્દેશ ભારતની મીડિયા અને મનોરંજન ઇકોસિસ્ટમને વેગવાન કરવાનો છે, જે વર્ષ 2025 સુધીમાં વાર્ષિક ઞજઉ 53 બિલિયન ઉત્પાદિત કરશે તેવી અપેક્ષા છે. અનુરાગ ઠાકુરે ભારતમાં ખઊ ક્ષેત્ર માટે ખૂબ જ ઉજળું ભવિષ્ય હોવાનું કહીને જણાવ્યું હતું કે, એક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલરિયાલિટી, મેટાવર્સજેવીઉભરતી ટેકનોલોજી, ભારતનાઈંઝ કૌશલ્યવાન કર્મચારીઓ માટે અપાર સંભાવનાઓ રજૂ કરે છે, તો બીજી તરફ ભારતમાં ઘઝઝ બજાર વાર્ષિક 21%ના દરે વૃદ્ધિ પામીને 2024 સુધીમાં લગભગ 2 બિલિયનડોલર સુધી પહોંચી જશે તેવું અનુમાન છે.
ઠાકુરે જણાવ્યું હતું કે, આવનારા 5 વર્ષમાં આ પગલાંઓની પરિકલ્પના કરવામાં આવી છે, જે આખી દુનિયામાં ગુણવત્તાયુક્તસામગ્રીસર્જકદેશોના સમૂહમાં ભારતને પ્રસ્થાપિત કરી શકે. ઠાકુરે પોતાની વાતનું સમાપન કરતા કરતી વખતે વિદેશી ફિલ્મ સર્જકોને ભારતના અદભૂત આતિથ્ય અને આકર્ષક લેન્ડસ્કેપિંગ આનંદમાં ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા માટે ઉષ્માભર્યું આમંત્રણ આપ્યું હતું. શેખરકપૂરે સસ્તા બ્રોડ બેન્ડ અને મોબાઇલ ઉપકરણોના ઍક્સેસના કારણે ફિલ્મ ઉદ્યોગ પર જોવા મળી રહેલી અપૂર્વઅસર વિશે વાત કરી અને કહ્યું હતુંકે,ભારત દુનિયાનું સૌથી મોટું પ્રભાવશાળી અર્થતંત્ર બનવા જઇ રહ્યુંછે અને તે સિનેમાને ટૂંક સમયમાં યુવા ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફરીથી પરિભાષિત કરવામાં આવશે.
શેખર કપૂરની ટિપ્પણી અંગે શ્રી પ્રસૂન જોશીએ ઉમેર્યું હતું કે, ભારત અથાક સપનાંનો સમૂહ છે, એવા સપના કે જે તેને મહાન બનાવવા માટે અથાક છે, ભવિષ્ય તરફ દૃશ્ટિ કરવા માટે છે. સ્કોટ રોક્સબરોએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારને આકર્ષિત કરવા માટ ેવાર્તા કહેવાની ભારતની શૈલીમાં હજુ ઘણું વધારે કરવાની જરૂર છે. અપૂર્વ ચંદ્રાએ લંચબોક્સ, મિસ્ટર એન્ડ મિસિસ ઐયર અને રોકેટરી કે જે વાર્તા કહેવાની શૈલીમાં લાક્ષાણિક રીતે ભારતીય છે પરંતુ આખી દુનિયાના પ્રેક્ષકોમાં પડઘો પાડે છે તેનો ઉલ્લેખ કરીને શ્રી સ્કોટરોક્સબરોના મત સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું હતું કે, ગઇકાલે દુનિયાભરના ફિલ્મ સર્જકો માટે ભારત સરકાર દ્વારા પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. આર. માધવને કેવી રીતે ભારત પાસે દુનિયાને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કહેવા માટે ઘણું બધું છે અને તે અંગે વાત કરી હતી હતી અને સિનેમાની દુનિયાએ આ વિચારનું જરૂર અન્વેષણ કરવું જોઇએ તેમ કહ્યું હતું. ભારત આર્યભટ્ટથી માંડીને સુંદર પિચાઇ સુધીની વિભૂતિઓની ગાથાઓ ધરાવે છે જે આખી દુનિયામાં યુવાનો માટે પ્રેરાણાસ્રોત છે.