“પ્રસારણકર્તાઓ તેમજ ટેલિકોમમાં ભારત માટે પોતાનું OTT ઉભું કરવા માટે જોરદાર હોડ જામી છે”

ભારત દુનિયાનું સૌથી મોટું ‘પ્રભાવશાળી અર્થતંત્ર’ બનવા તરફ આગળ વધી રહ્યું છે:  શેખર કપૂર

“હૈં પ્રિત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું”, ભારતની આ કહાની વર્ણવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે કાન્સમાં પ્રખ્યાત પલાઇસ ડેસ ફેસ્ટિવલ્સમાં ભારતીય ફોરમને સંબોધન કર્યું હતું. 6000 વર્ષ જુની સંસ્કૃતિ અને 1.3 અબજ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીએ વિદેશ અને ભારતના ફિલ્મસર્જકો, પત્રકારો, પ્રતિનિધિમંડળો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકો સમય મુખ્ય સંબોધન આપ્યું હતું.

સુશ્રી વાણી ત્રિપાઠી દ્વારા સંચાલિત આ સત્રમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્ર, લેખક, કવિ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશી, ભારતીય અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા  આર. માધવન, ભારતીય ફિલ્મસર્જક, અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તૂતકર્તા અને ઉદ્યોગસાહસિક અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ  શેખર કપૂર, સંપાદક અને હોલીવૂડના રિપોર્ટર  સ્કોટ રોક્સબોરો, નિર્માતા  ફિલિપ એવરિલ પેનલમાં ઉપસ્થિત રહ્યા હતા.

દુનિયાભરમાંથી સહ-નિર્માણ સહયોગને વેગવાન કરવા માટે તમામ પગલાં લઇશું: અનુરાગ ઠાકુર

આ વર્ષ કાન્સ ફિલ્મ મહોત્સવ અને ભારત- ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણીને અંકિત કરે છે. કાન્સના મહત્વ પર બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી, ‘ફેસ્ટિવલ ડે કાન્સ’ એ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મંત્રીએ ભારતીય સિનેમાની ઐતિહાસિક ઊંચાઇની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, ભારતીય સામગ્રી વૈશ્વિક પ્રેક્ષકોના દિલ અને દિમાગ પર રાજ કરી રહી છે અને 1946માં પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ નિર્માતા ચેતન આનંદની ફિલ્મ નીચા નગરને પામ ડી’ઓર આપીને તે દિશામાં પ્રગતિનો પાયો નંખાયો હતો અને એક દાયકા પછી 1956માં, સત્યજીત રેની પાથેર પાંચાલીને પામ ડી’ઓર સન્માન આપવામાં આવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે આખી દુનિયામાં આપણી સિનેમેટિક ઉત્કૃષ્ટતાની માન્યતા મળી હોવાથી દેશને ‘દુનિયાના સામગ્રીના હબ’ તરીકે જોવામાં આવેછે

કાન્સમાં ભારતની વર્તમાન ઉપસ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત તમને – વૈશ્વિક પ્રેક્ષકોને, દેશની સિનેમેટિક ઉત્કૃષ્ટતા, ટેકનોલોજીકલ પારંગતતા, ભવ્ય સંસ્કૃતિ અને વાર્તા કહેવાની કળાનો પ્રસિદ્ધ વારસાનો આસ્વાદ આપવાની ભાવના રાખે છે.” તમણે વધુમાં ઉમેર્યું હતું કે, “રેડ કાર્પેટ પર ભારતની ઉપસ્થિતિએ માત્ર વિવિધ ભાષાઓ અને પ્રદેશોના કલાકારો અને ફિલ્મ સર્જકોના પ્રતિનિધિત્વની દૃષ્ટિએ જ નહીં, પણ OTT પ્લેટફોર્મ પર પણ અમારી સિનેમેટિક ઉત્કૃષ્ટતાની વિવિધતાને કબજે કરી છે, જેમાં એવા મ્યુઝિક કંપોઝર્સ અને લોક કલાકારોની મજબૂત ઉપસ્થિતિ છે જેમણે યુવા અને વયસ્ક બંને પ્રકારના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે.”

આવનારા 5 વર્ષમાં ભારત આખી દુનિયામાં ગુણવત્તાપૂર્ણ સામગ્રીના સર્જક દેશોમાં સ્થાન મેળવશે

Screenshot 4 18

મંત્રીએ પ્રેક્ષકોને કાન્સમાં ભારતીય સ્ટાર્ટઅપ્સની હાજરી અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ તેમની ટેકનિકલ પારંગતતાનું પ્રદર્શન કરશે આ ક્ષેત્રના એનિમેશન પ્રોફેશનલ્સના મજબૂત પ્રતિનિધિમંડળ સાથે AVGCની દુનિયામાંથી શ્રેષ્ઠ હોય તેમની સાથે મળશે.

મંત્રીએ પ્રેક્ષકોને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાંઓ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, જ્યારે કેન્દ્ર છેલ્લા 8 વર્ષથી સહ-નિર્માણને વેગ આપવા માટે, ફિલ્મોના શૂટિંગ માટે અને ભારતમાં ફિલ્મો માટેની સુવિધા પૂરી પાડવા માટે મુખ્ય પહેલોની પરિકલ્પના રાખે છે તો સાથે સાથે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ  તેમની પોતાની ફિલ્મ સુવિધાની નીતિઓ તૈયાર કરી છે અને સહ-નિર્માણની તકો પૂરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો પાછળનો મૂળ ઉદ્દેશ ભારતની મીડિયા અને મનોરંજન ઇકોસિસ્ટમને વેગવાન કરવાનો છે, જે વર્ષ 2025 સુધીમાં વાર્ષિક USD 53 બિલિયન ઉત્પાદિત કરશે તેવી અપેક્ષા છે.

આવા એક પગલાંનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, “ભારત સરકારે ઑડિયો વિઝ્યુઅલ સેવાઓને 12 ‘ચેમ્પિયન સર્વિસ સેક્ટર’માંથી એક તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરી છે અને તાજેતરમાં જ આ ઉદ્યોગના અગ્રણીઓને સમાવતી AVGC ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી છે જેથી ભારત આ ક્ષેત્રમાં ખૂબ જ મોટી છલાંગ ભરી શકે અને ‘દુનિયાના પોસ્ટ પ્રોડક્શનના હબ’ તરીકે અમને સ્થાન પ્રાપ્ત થાય.”

2025 સુધીમાં મીડિયા અને મનોરંજન ઇકોસિસ્ટમને વાર્ષિક USD 53 બિલિયન ઉત્પાદિત કરવામાં મદદ કરવા સરકારી નીતિઓ ઘડવામાં આવી છે

અનુરાગ ઠાકુરે ભારતમાં M&E ક્ષેત્ર માટે ખૂબ જ ઉજળું ભવિષ્ય હોવાનું કહીને જણાવ્યું હતું કે, એક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, મેટાવર્સ જેવી ઉભરતી ટેકનોલોજી, ભારતના IT કૌશલ્યવાન કર્મચારીઓ માટે અપાર સંભાવનાઓ રજૂ કરે છે, તો બીજી તરફ ભારતમાં OTT બજાર વાર્ષિક 21%ના દરે વૃદ્ધિ પામીને 2024 સુધીમાં લગભગ 2 બિલિયન ડૉલર સુધી પહોંચી જશે તેવું અનુમાન છે.

Screenshot 5 12

મંત્રીએ વચન આપ્યું હતું કે, ભારતને વૈશ્વિક સામગ્રીના હબમાં રૂપાંતરિત કરવા માટે સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને ભારતને AVGC ક્ષેત્ર માટે પોસ્ટ પ્રોડક્શનનું પસંદગીનું હબ બનાવવા માટે આપણા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવશે અને તે છેડે સરકાર આખી દુનિયામાં સહ-નિર્માણના સહયોગમાં વધારે ઝડપ લાવશે અને ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા માટે શ્રેષ્ઠ સ્થળો પણ પૂરા પાડશે. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, આવનારા 5 વર્ષમાં આ પગલાંઓની પરિકલ્પના કરવામાં આવી છે, જે આખી દુનિયામાં ગુણવત્તાયુક્ત સામગ્રી સર્જક દેશોના સમૂહમાં ભારતને પ્રસ્થાપિત કરી શકે.ઠાકુરે પોતાની વાતનું સમાપન કરતા કરતી વખતે વિદેશી ફિલ્મ સર્જકોને ભારતના અદભૂત આતિથ્ય અને આકર્ષક લેન્ડસ્કેપિંગ આનંદમાં ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા માટે ઉષ્માભર્યું આમંત્રણ આપ્યું હતું.

શેખર કપૂરે સસ્તા બ્રોડબેન્ડ અને મોબાઇલ ઉપકરણોના ઍક્સેસના કારણે ફિલ્મ ઉદ્યોગ પર જોવા મળી રહેલી અપૂર્વ અસર વિશે વાત કરી અને કહ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી મોટું ‘પ્રભાવશાળી અર્થતંત્ર’ બનવા જઇ રહ્યું છે અને તે સિનેમાને ટૂંક સમયમાં યુવા ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફરીથી પરિભાષિત કરવામાં આવશે.

શેખર કપૂરની ટિપ્પણી અંગે શ્રી પ્રસૂન જોશીએ ઉમેર્યું હતું કે, ભારત અથાક સપનાંનો સમૂહ છે, એવા સપના કે જે તેને મહાન બનાવવા માટે અથાક છે, ભવિષ્ય તરફ દૃશ્ટિ કરવા માટે છે.સ્કોટ રોક્સબરોએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારને આકર્ષિત કરવા માટે વાર્તા કહેવાની ભારતની શૈલીમાં હજુ ઘણું વધારે કરવાની જરૂર છે.

અપૂર્વ ચંદ્રાએ લંચબોક્સ, મિસ્ટર એન્ડ મિસિસ ઐયર અને રોકેટરી કે જે વાર્તા કહેવાની શૈલીમાં લાક્ષાણિક રીતે ભારતીય છે પરંતુ આખી દુનિયાના પ્રેક્ષકોમાં પડઘો પાડે છે તેનો ઉલ્લેખ કરીને શ્રી સ્કોટ રોક્સબરોના મત સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું હતું કે, ગઇકાલે દુનિયાભરના ફિલ્મ સર્જકો માટે ભારત સરકાર દ્વારા પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. આર. માધવને કેવી રીતે ભારત પાસે દુનિયાને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કહેવા માટે ઘણું બધું છે અને તે અંગે વાત કરી હતી હતી અને સિનેમાની દુનિયાએ આ વિચારનું જરૂર અન્વેષણ કરવું જોઇએ તેમ કહ્યું હતું. ભારત આર્યભટ્ટથી માંડીને સુંદર પિચાઇ સુધીની વિભૂતિઓની ગાથાઓ ધરાવે છે જે આખી દુનિયામાં યુવાનો માટે પ્રેરાણાસ્રોત છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.