ચૌધરી હાઈસ્કુલનાં ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ, માર્ચપાસ્ટ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન તા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
૬૯ માં પ્રજાસત્તાક પર્વની રાજકોટના ચૌધરી મેદાન ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપસ્થિતિમાં આજ રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાએ ગૌરવ સો રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા પ્રજાસત્તાક પર્વની મહિમા જણાવતા કહ્યું હતું કે, આજના દિવસે ૧૯૪૯માં આપણું બંધારણ અમલમાં આવ્યું હતું.
ભારતનું બંધારણ વિશ્વનું સૌી મોટું અને સંકલિત બંધારણ છે. ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયીક અને પ્રજાસત્તાક મૂલ્યોને સમાવી દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખતું આપણું બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
૨૦ હજાર જેટલા દિવ્યાંગોને સાધન સહાય સહીત રાજકોટે છેલ્લા કેટલાક સમયમાં અનેક રેકોર્ડ્સ સપિત કરેલા છે. યુ એલ સી યોજનામાં પ્રમ ક્રમ, સૌની યોજના, ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદી સહીત અનેક પ્રજા લક્ષી કાર્યો કર્યાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વોરાએ સીટી પોલીસ, હોમગાર્ડ, એન.સી.સી, ટ્રાફિક વોર્ડન, તેમજ પોલીસ પ્લાટૂનની સલામી લીધી હતી, ત્યાર બાદ તમામ પ્લાટૂન દ્વારા માર્ચપાસ્ટ, યોજાઈ હતી.
અધિક નિવાસી કલેકટરએ શાલ ઓઢાડી ઉપસ્તિ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારનું સન્માન કર્યુ હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સ્કુલના બાળકોએ દેશભક્તિના ગીતો પાર રંગબેરંગી નૃત્ય દ્વારા ઉપસ્તિ સૌ નગરજનોમાં રાષ્ટ્ર ભાવનાનો જોમ અને જુસ્સો ભરી દિધો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી પટેલ, પરેડ કમાન્ડર જાડેજા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહી આઝાદીના આ પર્વમાં સહભાગી બન્યા હતાં.