એમ.વી.કંચન નામના જહાજમાં કોસ્ટગાર્ડનું રેસ્કયુ: દરિયાઈ પર્યાવરણને નુકશાન કરવા બદલ જહાજના માલિકને નોટીસ પાઠવાઈ
અબતક, રામભાઈ સોનગઢવાલા, ઉમરગામ : એમ.વી. હર્મીઝે બુધવારે મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર, (એમઆરસીસી), મુંબઇ સાથે સંકલનમાં ઉમરગામથી ફસાયેલા બોર્ડ એમવી કંચન પર રહેલા 12 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. ગુરુવારે ભારતીય કોસ્ટગાર્ડના જણાવ્યા મુજબ એમ.વી. કંચન બળતણમાં દૂષિત થવાને કારણે અટવાયું હતું, જેના કારણે એન્જિન બિન સંચાલિત અને બોર્ડમાં વિદ્યુત વીજળી ન હતી. ઉમરગામના મધદરિયામાં ક્ષતિગ્રસ્ત પામેલ કાર્ગો જહાજ તુફાનમા ફસાતા 12 કૃમેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લીધા હોવાની ઘટના બની છે.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બુધવારની રાત્રિના સમયે ઉમરગામના મધદરિયામાં સુરતના હજીરા બંદર થી મેગ્લોર બંદર ખાતે સ્ટીલ કોઇલ ભરીને જઈ રહેલું એમ.વી. કંચન નામક જહાજનું અચાનક એન્જીન બંધ પડી ગયું હતું.
જહાજની અંદર વીજ પુરવઠો પણ બંધ થવા પામ્યો હતો એવા સમયે 50 નોટિકલ માઈલની ઝડપે પવન ફૂકાય રહિયો હતો અને 3.5 મીટર ઊંચા દરિયાઈ મોજા ઊછળી રહિયા હતા આવી સ્થિતિમાં જહાજ માં રહેલા 12 ક્રૂમેમ્બરોએ મદદની માગ કરતાં Indian Coast Guard (ICG) દ્વારા વિગતો આપવામાં આવી હતી કેગુજરાતના ઉમરગામના દરિયામાં 12 કૃમેમ્બરો સાથેનું ખટ MV Kanchan નામનું જહાજ ફસાયું છે જેના કૃમેમ્બરોને બચાવવામાં આવે જે સૂચનાને લઈ મોડી રાત્રે Maritime Rescue Coordination Centre (MRCC) મુંબઈ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 12 કૃમેમ્બરોને બચાવી લેવાયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન સમયે વાપરવામાં આવેલ લાઈફ સેવિંગ રબ્બર બોટ નારગોલના દરિયા કિનારે આવી પહોંચી
રેસ્ક્યુ ઓપરેશન સમયે ક્રૂમેમ્બરોને આબાદ બચાવવા માટે વાપરવામાં આવેલ લાઈફ સેવિંગ રબ્બર બોટ પૈકી બે રબર બોટ નારગોલ ગામના માલવણ બીચ અને તડગામના દરિયા કિનારે ભારતીના પાણીમાં આવી પોહચી હતી જેનો નારગોલ મરીન પોલીસે કબ્જો લીધો હતો.
નારગોલ માંગેલવાડના દરિયા કિનારેથી જહાજનું ઇમરજેનસી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું
નારગોલ માંગેલવાડના દરિયા કિનારેથી એમ.વી. કંચન જહાજનું એક ઇમરજેનસી સિગ્નલનું ઉપકરણ સ્થાનિક માછીમારોને મળી આવ્યું હતું જેની ઉપર જહાજનું નામ લખેલું હોય આ ઉપકરણ અંગે ગામના આગેવાનોને જાણ કરતાં મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઉપકરનનો કબ્જો લીધો હતો. મળી આવેલ ઉપકરણ ચાલુ હાલતમાં છે.