- ટાટા, ઓબેરોય અને તાજ હોટેલ્સ જેવી અનેક મોટી કંપનીઓએ પ્રોજેકટમાં રસ લીધો
ભારતીય કંપનીઓ સાઉદી અરેબિયાના 63.2 બિલિયન ડોલરના મહત્વાકાંક્ષી દિરિયાહ પ્રોજેક્ટ પર મોટો દાવ લગાવી રહી છે. ટાટા, ઓબેરોય અને તાજ હોટેલ્સ જેવી મોટી કંપનીઓ પહેલાથી જ તેમાં રસ લઈ રહી છે. જ્યારે ઘણી અન્ય કંપનીઓ પણ તેના પર નજર રાખી રહી છે. આ વાત દિરિયાહના સીઈઓ જેરી ઈન્ઝેરિલોએ જાહેર કરી હતી.
સાઉદી રાજધાની રિયાધ નજીક સ્થિત દિરિયાહ નામનું શહેર વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં 100,000 રહેણાંક એકમો તેમજ 100,000 ઓફિસ જગ્યાઓ છે. આ પ્રોજેક્ટમાં 40 લક્ઝરી હોટલ, 1,000 થી વધુ દુકાનો, 150 રેસ્ટોરન્ટ અને કાફે, એક ઓપેરા હાઉસ, સંગ્રહાલયો, એક ગોલ્ફ કોર્સ અને 20,000 બેઠકો ધરાવતું ઇવેન્ટ એરેના, સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. યુનેસ્કો હેરિટેજ સાઇટ અત-તુરૈફ પણ તેના કેન્દ્રમાં છે.
ઇન્ઝેરિલોએ કહ્યું, “અમે સાઉદી અરેબિયાના મુખ્ય વેપારી ભાગીદારોમાંના એક તરીકે ભારતનો પ્રભાવ વધારવા આતુર છીએ.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે 2022-23માં દ્વિપક્ષીય વેપાર 52.8 બિલિયન ડોલરબસુધી પહોંચશે. 3,000 થી વધુ ભારતીય કંપનીઓ બાંધકામ, આઇટી અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં પહેલેથી જ સક્રિય છે. દિરિયા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. ઇન્ઝેરિલોએ એમ પણ કહ્યું કે દિરિયાહ પહેલાથી જ તેમના દેશ અને ભારતની કંપનીઓ સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમાં રોકાણની ઘણી તકો છે કારણ કે તે વિવિધ પ્રકારની સંપત્તિઓને આવરી લે છે.
ઘણી ભારતીય કંપનીઓએ પહેલાથી જ દિરિયાહમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહેવાલ મુજબ, તાજ હોટેલ દિરિયાહમાં તેનો 250મો પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે જ્યારે ઓબેરોય હોટેલ અહીં ઘોડેસવારી અને પોલો સેન્ટર વિકસાવી રહી છે. ભારતીય રોકાણકારો અહીં રહેણાંક, આતિથ્ય, શિક્ષણ અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. તે પ્રવાસનનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. અલ-તુરૈફ અને બુજૈરી ટેરેસ ખુલ્યા પછી ત્રીસ લાખથી વધુ લોકોએ તેમની મુલાકાત લીધી છે.