સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા. તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પર રાખી કરવામાં આવ્યો હતો. તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા. સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા સ્વરમીઠાશને કારણે લોકો તેમને ’હિંદની બુલબુલ’ કહેતા હતા. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી
સરોજિની નાયડુ ૧૨ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા
સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. નાયડુ આંધ્રપ્રદેશના કહેવાતી શુદ્ર જાતિના હતા. ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે ’સિવિલ મેરેજ’ કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં
સરોજિની નાયડુ ઇ.સ ૧૯૧૭માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પૂર્ણ કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી.
ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવાપુનલગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં કૈસરે હિંદનો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. જે તેમણે સત્તાના જુલ્મ વિરુદ્ધમાં પરત કર્યો હતો. તેઓ હમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા
અભ્યાસ પૂર્ણ થયા બાદ, ૧૯ વર્ષની ઉંમરે સરોજિનીએ ગોવિંદારાજુલુ નાયડુ સાથે લગ્ન કયાંર્. ૧૯૦૫માં બંગાળના ભાગલા મુદ્દે થયેલા ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં સરોજિની જોડાયા હતાં. તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલે, રવિન્દ્રનાથ ટાગોર, મુહમ્મદ અલી જિન્ના, એની બેસન્ટ, ગાંધીજી અને જવાહરલાલ નહેરુના સંપર્કમાં આવ્યા હતા. સરોજિનીએ ભારતની સ્ત્રીઓને જાગૃત કરી અને તેમને રસોડામાંથી બહાર લાવવાના પ્રયત્નો કર્યા.
તેમણે મહિલાઓને અધિકાર અપાવવા માટે ઘણી મહેનત કરી. તેમણે સ્ત્રીઓમાં સ્વાભિમાનની ભાવના જગાડી. નાગરિક અસહકાર ચળવળ દરમિયાન સરોજિનીએ અગ્રણી ભૂમિકા ભજવી હતી અને ગાંધીજી તેમજ અન્ય નેતાઓ સાથે જેલ પણ ગયા હતા. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં પણ તેઓ સામેલ હતાં અને ૨૧ મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો. દેશને આઝાદી મળ્યા બાદ સરોજિની નાયડુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યાં હતાં. તેઓ ૨ માર્ચ, ૧૯૪૯ના રોજ તેમની ઓફિસમાં મૃત્યુ પામ્યાં હતાં