૭ વર્ષમાં ૩ બ્રાંચ, વર્ષે દહાડે ૪.૪૦ કરોડનું ટર્ન ઓવર !!!
મન હોય તો માળવે જવાય ભારતીય બેકારે લંડનમાં વડાપાઉનો કરોડોનો વેપલો કર્યો જી હા, મુંબઇ કા છોરાએ લંડનમાં વડાપાઉ વેચીને કરોડો કમાયા છે. લંડનને વડાપાઉનું ઘેલું લગાડી વર્ષે દહાડે સાડા ચાર કરોડનો વકરો કર્યો છે.
આ મુંબઇના છોરાએ વાત છે સંજય સોહાનીની સંજય મુંબઇની ફાઇવસ્ટાર હોટલમાં ફૂડ એન્ડ બેવરેજ મેનેજર હતો. પરંતુ નોકરીમાંથી તેને પાણીચુ મળી જતાં તેણે કોલેજનો મિત્ર અતુલ જોષીની મદદથી લંડનમાં વડાપાંઉનો વેપલો શ‚ કર્યો. અત્યારે ૭ વર્ષમાં તે લંડનભરમાં વડાપાવની ૩ બ્રાંચ ધરાવે છે. વર્ષે ‚પિયા ૪.૪૦ કરોડ કમાય છે. અહીં મન હોય તો માળવે જવાય તે ગુજરાતી કહેવત સંજય સોહાનીના કિસ્સામાં યથાર્થ રીતે લાગુ પડે છે.
૩ લાખ પાઉન્ડનું વર્ષે ટર્નઓવર ધરાવતા વડાપાઉના રેસ્ટોરન્ટમાં ૧ પાઉન્ડમાં એક વડાપાવ મળે છે. જયારે દાબેલીનો ભાવ ૧.૫૦ પાઉન્ડ છે. સંજયને શ‚આતથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
મુંબઇમાં મૂળ થાણેના સંજયનું ઘર છે તેણે લંડનમાં તારીખ ૧પ ઓગષ્ટ ૨૦૧૦ના રોજ વડાપાવનો વેપલો શ‚ કર્યો હતો. બંને ભાગીદારો પ્રથમ વાર વડાલાની કોલેજમાં મળ્યા હતા. ત્યારબાદ યાર દોસ્તી મહોબ્બતની જેમ સાથે હર્યા ફર્યા અને હવે સાથે લંડનમાં વડાપાવનો વેપલો કરે છે. બંને ભાગીદારો વ્યાપારિક પ્રગતિથી ભારે ખુશી છે. એટલું જ નહીં લંડનની વડાપાવની રેસ્ટોરોમાં મુંબઇમાં છે. તેવી બેસ્ટની બસની રેપ્લિકા એટલે કે પ્રતિકૃતિ રાખવામાં આવી છે. જેથી તમે મુંબઇની કોઇ ગલીમાં બેઠા હોય તેવો માહોલ ક્રિએટ થઇ શકે. બર્ગરની સામે વડાપાવ ખાવા માટે ભારતીયો સહિત દરેક કોમ્યુનિટીના લોકો આવે છે ટૂંકમાં લંડનગરોઓને વડાપાવનો ચસ્કો એવો તો લાગ્યો છે કે તેઓ પાઉ વડા અને તીખી મીરચીનો સ્વાદ મોજથી માણી રહ્યા છે. મન હોય તો માળવે જવાય