- ટોક્યો ઓલમ્પિક 2021માં કૌવત બતાવનાર ભારતીય ખેલાડીઓ વડાપ્રધાનના મહેમાન બન્યા
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના હગ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પણે આગળ વધી રહ્યા છે ત્યારે ભારત વેપાર ઉદ્યોગ અને આર્થિક મોરચાની જેમ તમામ ક્ષેત્રોમાં નામના મેળવે તે માટેના પ્રયત્નો અસરકારક રીતે આગળ વધી રહ્યા છે ત્યારે ભારતમાં ખેલકૂદ ક્ષેત્રમાં તરુણો અને યુવાનો વિશ્વ કક્ષા ની સિદ્ધિ મેળવે તેવી આશા પણ ઉજાગર થઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ખેલ મહાકુંભ ની શરૂઆત કરી ગામે ગામના ખેલાડીઓના કૌશલ્ય ઉજાગર થાય તે માટે પ્રાથમિક શાળાથી લઇ હાઈસ્કૂલ સુધી ખેલ મહાકુંભ આયોજનની પરંપરા ઊભી કરી હતી ગુજરાતના ખેલ મહાકુંભની સફળતા જોઈને સમગ્ર દેશના રાજ્યોએ ખેલ મહાકુંભ અપનાવ્યો હતો આજે સ્થાનીક ધોરણે યોજાતા ખેલ મહાકુંભના સારા પરિણામો રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ખેલાડીઓનો પ્રદૂષણ દિવસે સુધરતું જાય છે ને આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં પણ ભારતના દબદબો વધતો જાય છે તાજેતરમાં જ યોજાયેલા ટોક્યો ઓલમ્પિકમાં રમીને પરત આવેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન નિવાસસ્થાને ખેલાડીઓને મહેમાન બનાવી તેમના હોસલા વધાર્યા હતા અને આશા સેવી હતી કે 2026 માં યોજાનારા ઓલમ્પિકમાં ભારતના ખેલાડીઓ દેશ માટે ચોમાસાના વરસાદની જેમ સુવર્ણચંદ્રકો નો વરસાદ છેપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં ભાગ લઈને આવેલા દેશના ઓલિમ્પિક સંઘનાં સભ્યોને , સોમવારે સવારે નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને બ્રેકફાસ્ટ પર આમંત્રિત કર્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. સભ્યોમાં જેવેલીન થ્રો (ભાલાફેંક) રમતમાં સુવર્ણચંદ્રક જીતનાર નીરજ ચોપરા, મહિલા વેઈટલિફ્ટિંગમાં રજતચંદ્રક જીતનાર મીરાબાઈ ચાનૂ, પુરુષ કુસ્તીમાં રજતચંદ્રક જીતનાર રવિકુમાર દહિયા, મહિલા બોક્સિંગમાં કાંસ્યચંદ્રક જીતનાર લવલીના બોર્ગોહેન, કાંસ્યચંદ્રક જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા, કાંસ્યચંદ્રક જીતનાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ તથા કાંસ્યચંદ્રક જીતનાર પુરુષ હોકી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય ઓલિમ્પિક સંઘે દેશના ઓલિમ્પિક ગેમ્સ ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે – 7 ચંદ્રકો જીત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ ખેલાડીઓ ને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા બદલ ગોરવની લાગણી વ્યક્ત કરી હતી વડાપ્રધાને એવી આશા વ્યક્ત કરી હતી કે આવનાર આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં ભારત સર્વોપરી બનશે