પૃથ્વીથી હજારો પ્રકાશ વર્ષ દૂર ના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ અને તાગ લેબોરેટરીમાં બેઠા બેઠા મળી શકશે, આ નવી ટેક્નિકથી બ્રહ્માંડના અનેક રહસ્યો ઉજાગર કરવાની એક નવી દીસા મળશે
બ્રહ્માંડ નું વિરાટ સ્વરૂપ અને તેમાં પૃથ્વી એક નાનકડા ટપકાથી કંઈ વિશેષ નથી શાસ્ત્રો અને પુરાણોમાં બ્રહ્માંડની વિરાટ તાના સંકેતો દીધા છે ભારતીય પુરાણોમાં આપેલા સંકેતો હવે વિજ્ઞાન સિદ્ધ થઈ રહ્યા છે આદિકાળથી અવકાશના સંશોધનમાં ભારતનો દબદબો રહ્યો છે આધુનિક યુગમાં પણ ભારતીય અવકાશ વિજ્ઞાની કોના સંશોધનો સમગ્ર વિશ્વ માટે નવી દિશા ખોલનારા બની રહ્યા છે તાજેતરમાં જ ભારતીય અવકાશ વિજ્ઞાનિકોએ દૂરસુદૂરના ગ્રહો ના વાતાવરણની માહિતી લેબોરેટરીમાં બેઠા બેઠા મેળવી શકાય તેવી પદ્ધતિ વિકસાવી છે.
દુનિયામાં અત્યારે દૂરના ગ્રહો ના વાતાવરણ ના અભ્યાસ માટેની કોઈ ટેકનીક નથી, ભારતીય વૈજ્ઞાનિકોએ પ્રકાશના ધ્રુવીકરણ ના સિદ્ધાંતને આધારે સૂર્યમંડળ થી દૂર હોય એવા લાખો પ્રકાશ દૂરના ગ્રહો નું અંદરનું વાતાવરણ કેવું છે તે જાણવાની એક ટેકનિક શોધી કાઢી છે અત્યાર સુધી બ્રહ્માંડમાં પાંચેક હજાર જેટલા દૂરના ગ્રહોઓળખાયા છે પરંતુ તેના અંદરનું વાતાવરણ કેવું છે?
તે જાણી શકાતું નથી ત્યારે બેંગ્લોરના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિક્સ “આઈઆઈએ” ના વિજ્ઞાનિક સુધાંશુ સેનગુપ્તા એ પ્રકાશના ધ્રુવીકરણ અને થર્મલ રેડીયે શન ના આધારે નવા રચાઈ રહેલા ગ્રહો, ની બંધારણીયવ્યવસ્થા માં રહેલી રાસાયણિક પ્રક્રિયા અને વાતાવરણ આ અંગેની વિગતો મેળવી શકાશે
બ્રહ્માંડમાં પહોંચવું અશક્ય છે હજારો પ્રકાશ દૂરના અંતરે રહેલા ગ્રહો સુધી ક્યારેય નહીં પહોંચી શકાય પણ હવે લેબોરેટરીમાં બેઠા બેઠા પ્રકાશના ધ્રુવીકરણ ના સિદ્ધાંતથી એ ગ્રહની રાસાયણિક પ્રક્રિયા અને તેનું વાતાવરણ કેવું છે તે જાણી શકાશે આઈ આઈ એના વિજ્ઞાનિક પવિત્ર ચક્રવર્તી અને સેનગુપ્તા એ સાથે મળીને કરેલા સંશોધનમાં 3d numerical method થી પ્રકાશના ધ્રુવીકરણ ના સિદ્ધાંત આધારે એક પદ્ધતિ વિકસાવી છે જે અત્યાર સુધી કલ્પનામાં પણ આવી નહોતી કોઈ પણ દૂરના ગ્રહો પર પ્રકાશના કરણ ની અસરો ના આધારેહિપ્પી, પોલીસ, પ્લેનેટ પોલ જેવા સાધનોથી જેનો અભ્યાસ કરવો હોય તેવા દૂરના ગ્રહો પર રેડિયો એક્ટિવ કિરણો મોકલી ગ્રહના વાતાવરણમાં પ્રકાશનું ધ્રુવીકરણ કેવી રીતે થાય છે.
તેના ઉપરથી તે ગ્રહના વાતાવરણમાં રહેલા વાયુ અને રસાયણિક સ્થિતિ નો તાગ આવી જશે દૂરના ગ્રહો નું તાપમાન, વાતાવરણ પર પ્રકાશ ની અસર અને વાતાવરણ માં કયા કયા તત્વો રહેલા છે તેની માહિતી મળી શકશે અત્યાર સુધી વૈજ્ઞાનિકો પાસે કોઈ એવી પદ્ધતિ ન હતી કે જેનાથી દૂરના ગ્રહો નું વાતાવરણ જાણી શકાય ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલી આ નવી ટેકનોલોજી સમગ્ર દુનિયાના અવકાશ વિજ્ઞાનીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોની આ નવી આ ટેકનિકથી અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વમાં મોખરે ચાલી રહ્યું છે વિજ્ઞાનીઓની આ ઉપલબ્ધિ એ ઇન્ડિયા ફર્સ્ટ ની વીરભાવના સાર્થક કરી છે