ઈજીપ્ત, ઘાના, મોરેશીયસ, સેનેગલ સહિતના આફ્રિકન દેશો ભારત સાથે યુદ્ધ કવાયતમાં જોડાયા: શસ્ત્ર ઉત્પાદક દેશોમાં ભારતની જવાબદારીમાં થયો વધારો
૨૧મી સદીના વિશ્વની ત્રીજા નંબરની સૌથી શકિતશાળી ભારતીય સૈન્યની ૧૦ દિવસીય યુદ્ધ નિર્દેશન, યુદ્ધ કવાયત આફ્રિકાના ૧૭ દેશો સાથે મહારાષ્ટ્રના ઓંધ વિસ્તારમાં પ્રારંભ થતા સંરક્ષણ દ્રષ્ટિએ મહત્વની આ યુદ્ધ કવાયત સમગ્ર વિશ્ર્વની નજર ખેંચાઈ છે.
ભારતીય સૈન્ય સાથે આફ્રિકન દેશ એટલે કે આફ્રિકાના ૧૭ દેશો સાથે સંયુકત યુદ્ધ કવાયતની સોમવારથી શ‚ થયેલી ૧૦ દિવસીય સેનાની નિર્દેશનમાં મહારાષ્ટ્રના ઓંધમાં ઈજીપ્ત, ઘાના, કેનિયા, મોરેસીયસ, મોઝમ્બીક, નામીબીયા, નાઈઝીરીયા, નાયેગ્રા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા, સુદાન, યુગાન્ડા, ટાન્ઝેનીયા, ઝીમ્બાબ્વે, બોત્સવામાં સહિતના દેશો જોડાયા છે. ઓન્ધ લશ્કરી કેમ્પમાં યોજાયેલા ઉદઘાટન સમારંભમાં સ્વરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંયુકત રાષ્ટ્ર સંઘના યુદ્ધ વિશેષજ્ઞ અને આફ્રિકન દેશોના સૈન્યને ખુંટતી સુવિધા અને બૌદ્ધિક વિકાસના સહયોગ માટે ભારતના યજમાનપદે યોજાઈ રહેલી આ યુદ્ધ કવાયત ભારત અને આફ્રિકાના તમામ ૧૭ આફ્રિકન દેશો વચ્ચે સહયોગથી સૈન્યમાં સહકારની ભાવના, ટેકનિકલ પરીણામો અને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રસ્થાપિત સૈન્ય સંચાલનના ધારાધોરણની એક‚પતા માટે આ કવાયત ફાયદાપૂર્ણ નિવડશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત છેલ્લા કેટલાક વર્ષથી અનેક નાના અને વિકસિત દેશોના સૈન્યના વિકાસ અને સહાય માટે મહત્વની કામગીરી કરી રહ્યું છે. ભારત-આફ્રિકાના અનેક દેશો સાથે લશ્કરી સહયોગના કરાર સાથે જોડાઈને નાના દેશો માટે માર્ગદર્શક અને સેનાના વિકાસ માટે આધારસ્તંભ બની રહ્યું છે. ભારતને સંયુકત રાષ્ટ્ર મહાસંઘમાં સકારાત્મક ઉપયોગ માટે અણુ ટેકનોલોજીના આદાન-પ્રદાન માટેના સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું છે.
શસ્ત્રનું ઉત્પાદન અને વિકસિત દેશોને લશ્કરી સહાય અને ટેકનોલોજીમાં મદદરૂપ થવાની આધુનિક વિશ્ર્વએ સોંપેલી જવાબદારીથી ભારત અનેક નાના દેશો માટે લશ્કરી સહયોગ અને ટેકનોલોજીની આદાન-પ્રદાન માટે ભારત, ચીન, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જર્મની જેવા શસ્ત્ર ઉત્પાદક દેશોનો એક મહત્વનો વિકલ્પ બની રહ્યું છે.