અર્જુન ટેન્ક, હોવિત્ઝર્સ, ચિનુક હેલીકોપ્ટર, ડ્રોન, મિસાઈલ સહિતના હથિયારોનું પરીક્ષણ કરાશે
નેશનલ ન્યૂઝ
ભારતીય સેના નવી પેઢીના શસ્ત્રો અને ટેક્નોલોજી સાથે નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં યુદ્ધ કવાયત હાથ ધરી ’શક્તિ પ્રદર્શન’ કરનારી છે. નવી પેઢીના અત્યાધુનિક હથિયારોમાં અર્જુન મેઈન-બેટલ ટેન્ક, હોવિત્ઝર્સ, હેલિકોપ્ટર અને તેના જેવા વિશાળ શ્રેણીના હથિયારો આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત ફાઇટર જેટ્સ, અપાચે એટેક, ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને આઈએએફ અને નેવીના અન્ય એરક્રાફ્ટ પણ શામેલ હશે.
હાલ ભારતને પાકિસ્તાન અને ચીન સાથે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. બીજી બાજુ કેનેડા સાથે રાજદ્વારી સંઘર્ષ પણ વધી રહ્યો છે. ભારતની વધતી જતી તાકાતના લીધે વિશ્વના અનેક દેશોના પેટમાં તેલ રેડાયું છે તે બાબત પણ સ્પષ્ટ છે. ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખોના અત્યાધુનિક હથિયારો સાથે યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવનાર છે.
સેનાની 21 કોપ્ર્સની ’ત્રિશક્તિ પ્રહાર’ કવાયત માટે રાજસ્થાનમાં પશ્ચિમી મોરચે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે 12-લાખ મજબૂત સૈન્યના ચાર મુખ્ય “સ્ટ્રાઈક ફોર્મેશન”માંથી એક છે તેવું સૂત્રોએ જણાવ્યું છે. કવાયતનો અંતિમ તબક્કો નવેમ્બરના પહેલા પખવાડિયામાં યોજાશે. જેમાં 30,000થી વધુ સૈનિકો, ટી-90એસ, અર્જુન મેઈન-બેટલ ટેન્ક, હોવિત્ઝર્સ, હેલિકોપ્ટર અને તેના જેવા વિશાળ શ્રેણીના હથિયારો આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત ફાઇટર જેટ્સ, અપાચે એટેક, ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને ભારતીય વાયુસેના અને નેવીના અન્ય એરક્રાફ્ટ પણ ભાગ લેનાર છે તેવું એક સૂત્રએ જણાવ્યું હતું.
એકીકૃત હવાઈ-જમીન અને સંયુક્ત શસ્ત્રોની કાર્યદક્ષતા, ઝડપી ગતિશીલતા અને ડીપ-સ્ટ્રાઈક આક્રમક ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવનાર છે. જેમાં લાંબા અંતરના વેક્ટર્સ દ્વારા અધોગતિ અને ચોકસાઇ ઉચ્ચ-વોલ્યુમ સ્ટ્રાઇક્સ સહિત આઈએસઆર (ઇન્ટેલીજન્સ, સર્વેલન્સ, રિકોનીસન્સ) અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવશે.
કવાયતમાં સશસ્ત્ર સ્વોર્મ ડ્રોન અને લોઇટરિંગ મ્યુનિશન અથવા કામીકાઝે ડ્રોન પણ શામેલ હશે. ઉપરાંત કાઉન્ટર-ડ્રોન, કોમ્યુનિકેશન અને ઓટોમેટિક સ્પેક્ટ્રમ મોનિટરિંગ સિસ્ટમ્સ માટે મિસાઇલો અને લોઇટર મ્યુનિશનનો પણ સમાવેશ કરવામાં આવનાર છે. ભારતીય સેના સતત તેની ક્ષમતામાં વધારો કરી રહી છે. જેમાં પ્રથમ ત્રણ તબક્કામાં રૂ. 6,600 કરોડના 68 સોદાઓ, બીજા તબક્કામાં રૂ. 7,600 કરોડની અન્ય 49 યોજનાઓ અને ત્રીજા તબક્કામાં આશરે રૂ. 7,000 કરોડની કિંમતની 34 અન્ય યોજનાઓ અંતિમ તબક્કામાં છે