જમ્મુ-કાશ્મીરમાં તંગધારમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગમાં બે ભારતીય જવાન શહીદ થયા બાદ હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતાં તોપમારો કરી અને આર્ટિલરી ગન દ્વારા POKના આતંકી કેમ્પો નષ્ટ કર્યા . ભારતીય સુરક્ષા દળો તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આતંકી સંગઠન જૈશ અને હિજબુલના 35 આતંકવાદીઓની સાથે 6 પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાના અહેવાલ છે.
પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ઘૂસણખોરીના પ્રયાસોની વચ્ચે ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકી કેમ્પો પર હુમલા કર્યા છે. મૂળે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી આતંકીઓની ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં મદદ કરી રહી હતી.ભારતીય સેનાએ પોઓકેની અંદર સ્થિત આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરની સામે સ્થિત આતંકવાદી કેમ્પો પર કરવામાં આવ્યા છે.