આર્મીના શ્વાનોને રીટાયર્ડ થયા બાદ મારી નાંખવામાં આવે છે, વફાદારીની બાબતમાં કૂતરાઓ સૌથી વધુ વિશ્ર્વાસી હોય છે. અને એટલે જ સેનામાં ડોગ્સને ખાસ ટ્રેનિંગ આપી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મિત્રો જાણીને આશ્ર્ચર્ય થશે કે ઇન્ડિયન આર્મીમાં કૂતરાને ખૂબ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે પરંતુ તેના રીટાયર્ડ થયા બાદ તેને મારી નાખવામાં આવે છે જેને તેના હાથે જ મોત મળવું તે ખૂબ જ દુ:ખદ ઘટના છે. RTIદ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એનું કારણ જાણવા મળ્યું છે.

આર્મીના ડોગ્સને રીટાયર્ડમેન્ટ બાદ મારવાનું મુખ્ય કારણ સુરક્ષા છે કારણ કે એવી શક્યા હંમેશા બને છે કે રીટાયર્ડ થઇને ક્યાંક ખોટા માણસોના હાથે ન લાગી જાય. અને જો એવું થાય તો દેશને ન જાણે કેવા પ્રકારની મુશ્કેલી અને હાનીનો સામનો કરવો પડે અને એટલે જ આ સુરક્ષાની દ્રષ્ટિએ એ બાબતનું ધ્યાન રાખીને આર્મીના કૂતરાને શહિદી આપવામાં આવે છે.

એવી પરિસ્થિતિમાં ડોગ્સનું જીવન પણ નહિં રહે અને દેશને પણ કોઇ મુશ્કેલીનો પ્રશ્ન નહિં રહે. એટલુ જ નહિં  એક અન્ય કારણપણ છે. એક ઉંમર વિત્યા બાદ ડોગ્સનું સ્વાસ્થ્ય લથડવા લાગે છે કૂતરા બીમાર પડી જાય છે ઇન્ડિયન આર્મી કૂતરાઓની સારી દેખભાળ કરે છે તેનો ઇલાજ પણ કરાવે છે. પરંતુ એ કર્યા છતાં પણ જો કૂતરાનાં સ્વાસ્થ્યમાં કોઇ સુધાર ન આવે તો તેને ગોળી મારવામાં આવે છે જેનાથી કૂતરાને સહેલી મોત મળે. તો ખરેખર આર્મીની આ બાબતને કેટલી યોગ્ય માનવી. જે વફાદાર કૂતરાને નકામો થયા બાદ ગોળી મારી શહિદી આપે છે કે મૃત્યુ….?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.