– આર્મી ચીફ બિપિન રાવતે વધુમાં કહ્યું કે, “એજન્સી જ્યારે બિલ્ટ અપ એરિયા હોય છે ત્યારે ઘણી જ મુશ્કેલીઓ હોય છે. આપણા હ્યુમન રાઈટનો રેકોર્ડ ઘણો જ સારો છે, જો આતંકી કોઈ ઘરમાં છુપાયેલો હોય તો તે ગભરાયેલો હોય છે અને તેને કારણે જ તે ફાયર કરતો હોય છે અને આપણી કેઝ્યુલ્ટી થઈ જાય છે.”
– જનરલ રાવતે કહ્યું કે, “અમે 39 આતંકીઓને જીવતાં પકડ્યા છે. અમે તેને પૂરી તક આપીએ છીએ, સંપર્ક કરીએ છીએ. પણ હું એમ કહી શકુ છું કે કાશ્મીરમાં આતંકવાદ ખત્મ નથી થયો.”
– આર્મી ચીફે જણાવ્યું કે, “આ વખતે અમારૂ ફોકસ ઉત્તરી કાશ્મીરમાં હશે. ઓપરેશન બારામૂલા, હંદવાડા, બાંદીપુર, પટ્ટન સહિત ઉત્તરી કાશ્મીરના વિસ્તારમાં ફોકસ કરીશું.”
– જનરલ રાવતે જણાવ્યું કે, “પાકિસ્તાન આતંકવાદીઓને સતત મોકલી રહ્યાં છે, તમે જેટલાં મારશો તેઓ ફરી મોકલી દેશે. અને તેથી જ અમે નિર્ધારિત કર્યુ છે કે પાકિસ્તાનની સેનાની તે પોસ્ટ્સને નિશાન બનાવવામાં આવે જ્યાંથી આતંકીઓને મદદ મળી રહી છે.”