વાયુદળના પૂર્વ સેનાધિપતિ બીએસ ધનુઆએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
દેવશના વાયુદળના પૂર્વ સેનાધિપતિ બી.એસ. ધનુઆએ શુક્રવારેએ વાતનો ફોડ પાડયો હતો કે ૨૬-૧૧ ના હુમલા બાદ વાયુદળ પાકિસ્તાન પર ત્રાકટવાની દરખાસ્તે સરકારે નામંજુર કરી હતી. વાયુદળે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર ૨૬-૧૧ પછી ત્રાટકવાની પુરી તૈયારી કરી લીધી હતી.
વાયુદળના પૂર્વ અઘ્યક્ષ બી.એસ. ધનુઆએ મુંબઇ ખાતે વિશાળ વિદ્યાર્થીઓને વિજેપીઆઇના વાર્ષિક સમારોહ ટેકનો. વાંજાને સંબોધતા જણાવ્યું હતું કે અમનો ખબર હતી કે પાકિસ્તાનમાં કઇ જગ્યાએ ત્રાસવાદીઓનો તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. અને અમે આ કેમ્પો પર ત્રાટકવા સજજડ પણ હતા. પરંતુ કેમ્પો પર હુમલો કરવાનો રાજદ્વારી નિર્ણય ‘ના’માઁ હતો બી.એસ. ધનુઆ વાયુદળના અઘ્યક્ષ તરીકે ૩૧-૧૨-૧૬ થી ૩૧-૧૩-૧૯ સુધી વાયુદળના સેનાધિપતિ તરીકે સેવા આપી ચુકયા છે. બી.એસ. ધનુઆએ જણાવ્યું હતું કે ડિસે. ૨૦૧૧માં સસંદ પર હુમલા બાદ વાયુદળે પાકિસ્તાન સામે એરસ્ટ્રાઇલ હવાઇ હુમલાની આકરી કાર્યવાહીની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. પરંતુ તે સંપૂર્ણ નામંજુર થઇ હતી. પાકિસ્તાનને ભારત તરફથી આકરી કાર્યવાહીની ભનક થઇ ગઇ હતી. ધનુઆએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ગમે તે રીતે કાશ્મીરનો મુદ્ા સળગતું રાખવા માંગતું હતું. અને તેની વ્યુહરચના હતી કે ભારત હંમેશા દબાણમાં રહે અને પાકિસ્તાન દ્વારા ગમે ત્યારે યુઘ્ધની પરિસ્થિતિ ઉભી રહી ગમે ત્યારે હુમલો તથાય અને ભુમિ, વાયુ અને દરિયા અને અવકાશમાં યુઘ્ધ થાય તેવી સ્થિતિ સતત પણે ઉભી રહે તેવા દબાણ પાકિસ્તાન ઉભું કરવા માંગતું હતું.
જનરલ ધનુઆએ જણાવ્યું મુજબ ભારત સામે એક વાતનું મોટું પડકાર હંમેશા રહેવા પામ્યું છે. કે તેના પાડોશમાં બે રાષ્ટ્રો અણુશકિત ધરાવે છે. જો તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે ભારતને સતત તેમના દુશ્મનોથી સચેત રહેવાનો પડકાર રહે છે. વિઘાર્થીઓ સાથેના સંવાદની પ્રશ્ર્નોતરીમાં ધનુઆએ જણાવ્યું હતું કે ભારત દુશ્મનો પર ભુમિ જળ અને વાયુ એમ ત્રણેય માઘ્યમોથી હુમલો કરવાની ક્ષમતા હતી ચીન જો કે સૈન્યને આધુનિક ટેકનોલોજીથી સજજ કરવામાં ગંભીરપણે આગળ વધી રહ્યું છે. પરંતુ ચીન પાસે ટેકનોલોજીમાં ગુણવતા છે. પરંતુ સંખ્યા અને ક્ષમતા સીમીત છે.
ભારત સામે તિબેટ પ્રદેશ અને અન્ય પ્રદેશમાંથી સૈન્ય કાર્યવાહી અને ચીન તરફથી દક્ષિણ મોરચે વાયુદળ ની ગોઠવણ ભારત માટે પડકાર રુપ છે. જયારે હું ૨૦૧૯માં ચીનના વાયુદળના મુખ્ય અધિકારીને બેગ્લોરમાં એરો ઇન્ડીયા ૨૦૧૯ના કાર્યક્રમમાં મળવાનું થયું ત્યારે મેં જણાવ્યું હતું કે આપણે ભૂમિ ક્ષેત્રે વાયુદળ કરતાં વધુ પ્રમાણમાં મળવાનું થાય છે. ભારતે ૨૬ ફેબુ. ૨૦૧૯ બાલાકોટ હવાઇ હુમલાની ઉપલબ્ધી અંગે ધનુઆ એ જણાવ્યું હતું કે આ સર્જીકલ સ્ટ્રાઇકથી ભારત સામે પાકિસ્તાન ઉંઘતુ ઝડપાયું હતું. પાક. સેનાની ત્રણેય પાંખ વચ્ચે રહેલા સંકલનના અભાવથી પાકિસ્તાન સેનાનું મોરલ સાવ પડી ભાંગ્યું હતું.
ભારતીય વાયુદળના મિરાજ-૨૦૦૦ ની ર૯ અને જગુઆર લેટેસ્ટટેનોલોજી રડારને પણ મહાત આપનાર બ્રહ્માક્ષત્ર તરીકે દુશ્મનોને માનસિક રીતે ભાંગીનારા બન્યા હતા. હજુ તો આપણે ખુબ જ હલકા પ્રકારના શસ્ત્રોનો પ્રયોગ કરીએ છીએ. તેમ છતાં દુશ્મનોનો કચ્ચર ધાણ વાળવાની તાકાત ધરાવીએ છીએ.
સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને અને વિશ્ર્વને ભારતની તાકાત બતાવી દીધી હતી આપણે દુશ્મનો પર હાવી જવાની તમામ શકિત ધરાવીએ છીએ. અને ભારત સાથે ટકરાવવામાં કાંઇ ભલીવાર નથી એ દુશ્મન સારી રીતે જાણે છે. ૨૬-૧૧ ના સસંદ પર હુમલા બાદ ભારતીય વાયુદળે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર તૈયારી કરી લીધી હતી.
પરંતુ સરકારે સંયમની રાજનીતીના કારણે વાયુદળને મંજુરી આપી ન હતી. ત્યારબાદ બાલાકાટે સર્જીકલ સ્ટ્રાઇકનો વાયુદળને મોકો મળ્યો હતો.