- આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. વાયુસેનાએ તેના સત્તાવાર હેન્ડલ ‘X’ પર અકસ્માતની પુષ્ટિ કરી છે.
National News : જેસલમેર, 25 એપ્રિલ (હિ.સ.) રાજસ્થાનના જેસલમેર જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે સવારે 10 વાગ્યે ક્રેશ થયું હતું. પીઠાળા-જજિયા ગામ પાસે રોજાની કી ધાણીમાં આ અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. વાયુસેનાએ તેના સત્તાવાર હેન્ડલ ‘X’ પર અકસ્માતની પુષ્ટિ કરી છે.
One Remotely Piloted Aircraft of the Indian Air Force met with an accident near Jaisalmer today during a routine training sortie. No damage to any personnel or property has been reported. A Court of Inquiry has been constituted to find out the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) April 25, 2024
વાયુસેના દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાનું એક રિમોટ ઓપરેટેડ એરક્રાફ્ટ આજે જેસલમેર નજીક નિયમિત ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. કોઈ કર્મચારી કે જાનમાલને કોઈ નુકસાન થયું નથી. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે.
દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસનની સાથે એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. એરફોર્સના અધિકારીઓ ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક UAV વિમાન છે જે માનવરહિત છે અને તેનો ઉપયોગ સરહદી વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. તે સતત ફરે છે અને સરહદી વિસ્તાર પર નજર રાખે છે.
નોંધનીય છે કે યુએવી રિકોનિસન્સ એરક્રાફ્ટ લશ્કરી વિમાન છે. તેનો ઉપયોગ ઈમેજરી ઈન્ટેલિજન્સ, સિગ્નલ ઈન્ટેલિજન્સ તેમજ અન્ય ઈન્ટેલિજન્સ એકત્ર કરવા માટે થાય છે.