પાયલટની તલાશ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે
પંજાબના મોગામાં મોડી રાતે એક વાગ્યાની આસપાસ ફાઇટર જેટ મિગ 21 (MiG-21) ક્રેશ થઇ ગયુ. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનિંગના પગલે પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21(MiG-21)થી ઉડાન ભરી હતી, જે બાદ આ વિમાન ક્રેશ થઇ ગયું. તેવી પણ માહિતી મળી રહી છે કે પાયલટ અભિનવ જેટમાંથી બહાર નીકળી ગયાં હતાં, તેમની તલાશ કરવામાં આવી રહી છે.
ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસબા બાઘાપુરાનાના ગામ લંગિયાના ખુર્દ પાસે મોડી રાતે એક વાગે ફાઇટર જેટ મિગ 21 (MiG-21) ક્રેશ થઇ ગયું. ઘટના સ્થળે પ્રશાસન અને સેનાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે, પરંતુ હજુ પાયલટ અભિનવની કોઇ માહિતી નથી. તેમની તલાશ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જણાવી દઇએ કે એક જમાનામાં ફાઇટર જેટ મિગ-21 વિમાન ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ માનવામાં આવતા હતાં. હવે તેના ચાર સ્ક્વૉડ્રન બચ્યા છે. તેની સારસંભાળ અને અપગ્રેડ ભલે કરવામાં આવે પરંતુ આ વિનમાન જંગ માટે કે ઉડાન માટે ફિટ નથી. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ મિગ-21 બાઇસન વિમાને પાકિસ્તાની લડાકૂ વિમાનોની હાલત ખરાબ કરી નાંખી હતી.
જો કે, સતત દુર્ઘટનાગ્રસ્ત થઇ રહેલા મિગ-21 વિમાનોના કારણે અનેક પાયલટ્સ જીવ પણ ગુમાવી ચુક્યાં છે. હવે આ વિમાનો જલ્દી જ હટાવી દેવાનો સમય આવી ગયો છે. વાયુસેના 1960થી મિગ-21 વિમાનોનો ઉપયોગ કરી રહી છે. વાયુસા સતત કહેતી આવી છે કે તેણે આ વિમાનોને જંગ માટે તૈયાર રાખવામાં કોઇ કચાશ નથી રાખી, ભલે તે ગમે તેટલા જૂના કેમ ન હોય.