ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન મિગ-21 બાઇસન અકસ્માતનો ભોગ બન્યું છે. ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન આજે સવારે સેન્ટ્રલ ઈન્ડિયામાં એક એરબેઝ પર કોમ્બેટ ટ્રેનિંગ મિશન દરમિયાન ટેક ઓફ વખતે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટને પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે આ ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે. ભારતીય વાયુસેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ દુ:ખદ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાએ તેના ગ્રુપ કેપ્ટન એ.ગુપ્તાને ગુમાવ્યા છે. ભારતીય વાયુસેનાએ સંવેદના વ્યક્ત કરી છે, આ દુ:ખની ઘડીમાં પરિવારના સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા કોર્ટને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અગાઉ જાન્યઆરી મહિનામાં ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન મિગ-21 રાજસ્થાનના સુરતગઢમાં દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. ટેકનિકલ ખામી સર્જાતાં મિગ-21 ફાઇટર જેટ સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. જો કે આ અકસ્માતમાં પાઇલટ સલામત હતો.
મિગ-21 બાઇસન ફાઇટર એરક્રાફ્ટ શું છે.
ભારતીય વાયુસેનાએ 1961 મિકોયાન-ગુરેબિચ ડિઝાઇન બ્યુરો નિર્મિત મિગ -21 વિમાન મેળવ્યું હતું. તેમાં એન્જીન અને સીટ છે. તે એક મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે જે જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. તેની મહત્તમ ગતિ 2230 કિલોમીટર પ્રતિ કલાક છે અને 23 મિલીમીટર બે બેરલ તોપ સાથે ચાર આર-60 ફાઇટર મિસાઇલો લઈ જઈ શકે છે