ભારતીય વાયુદળનું હેલીકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગમાં તૂટી પડતા એરફોર્સના ૫ અને સૈન્યના ૨ જવાનો શહીદ થયા છે.આ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ માટે ઉડી રહ્યું હતું.ત્યારે કોઈ ખામી સર્જાતા ચીન સરહદ નજીક તવાંગમાં તૂટી પડ્યું હતું.અગાઉ વર્ષ ૨૦૧૪માં પણ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર ઉતરાખંડમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.જેમાં ૨૦ લોકોના મોત થયા હતા.ભારત સરકારે આ હેલીકોપ્ટર રશિયન કંપની પાસેથી ખરીદ્યા છે.કરાર અંતર્ગત હજુ ૧૫૧ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર વાયુદળને અપાશે.આજે થયેલી ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે.
ચીન સરહદ નજીક ભારતીય એરફોર્સનું હેલિકોપ્ટર તૂટ્યું: સાત જવાનો શહિદ..!!
Previous Articleહવે ખાનગી કં૫નીઓ કરશે ડ્રાઇવીંગ લાઇસન્સની કામગીરી…!!
Next Article શું ફાસીની સજા નાબૂદ થશે… ?