અપાચે હેલિકોપ્ટરને અમેરિકાએ પનામાથી લઇને અફઘાનિસ્તાન અને ઇરાક સુધી દુશ્મોને જવાબ આપવા ઉપયોગ કર્યુ છે: તેનું વજન ,૧૬૫ કિલોગ્રામ છે: તેની અંદર બે પાઇલટ્સને બેસવાની જગ્યા હોય છે

અમેરિકાથી ભારતને પ્રથમ અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર મળ્યું છે. અમેરિકાના એરિઝોનામાં સ્થિત પ્રોડક્શન ફેસિલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ હેલિકોપ્ટર મેળવ્યું. ભારતે અમેરિકાની સાથએ ૨૨ અપાચે ગાર્ડિયન અટકે હેલિકોપ્ટરનો કરાર કર્યો છે.

ભારતીય વાયુસેનાએ આ પ્રસંગે ટ્વીટ કરીને કહ્યું, આ વર્ષે જુલાઇ સુધી હેલિકોપ્ટરની પ્રથમ બેચ ભારત મોકલવાનો પ્રોગ્રામ છે. એર-ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂએ અલબામા સ્થિત અમેરિકન સેનાના ટ્રેનિંગ ફેસિલિટીમાં પ્રશિક્ષણ લીધું હતું. અપાચે ગાર્ડિયન મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે. જે ૨૮૪ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેમાં બે હાઇ પર્ફોર્મન્સ એન્જિન લગાવેલા છે.

ભારતે ૨૦૧૫માં અમેરિકન વિમાન પ્રોડક્શન કંપની બોઇંગ સાથે ૨૨ અપાચે ખરીદવાની ડીલ કરી હતી. ૨.૫ અબજ ડોલર (અંદાજિત ૧૭.૫ હજાર કરોડ રૂપિયા)ની આ ડીલમાં ૧૫ ચિનૂક હેલિકોપ્ટર પણ સામેલ હતા. બોઇંગ અનુસાર, સૌથી શક્તિશાળી હેલિકોપ્ટર અપાચેને ખાસ પ્રકારે ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા. ઓછી ઉંચાઇ પર ઉડાણની ક્ષમતાના કારણે તે પહાડી વિસ્તારમાં છૂપાઇને વાર કરવામાં સક્ષમ છે.

ભારત અપાચેનો ઉપયોગ કરનાર ૧૪મો દેશ હશે. તેમાં વાયુસેનાની તાકાતમાં વધારો થયો. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાએ ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટરની પ્રથમ બેચ વાયુસેનામાં સામેલ થઇ ગઇ છે. ૪ ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છના મુંદ્રા એરપોર્ટ પહોંચ્યા હતા.

D6QpuEOUcAAEEZM

હેલિકોપ્ટરમાં લેઝ, ઇન્ફ્રારેડ અને અન્ય નાઇટ વિઝન સિસ્ટમ લગાવવામાં આવી છે. જે અંધારામાં પણ દુશ્મનોને ટાર્ગેટ કરીને પ્રહાર કરી શકે છે. હેલિકોપ્ટરથી અત્યાધુનિક મિસાઇલ ફાયર કરી શકાય છે, સાથે જ તે અનેક પ્રકારના બોમ્બ બ્લાસ્ટ કરવામાં પણ સક્ષમ છે. દુશ્મનોની નજરે પડ્યા વગર આ હેલિકોપ્ટર ટાર્ગેટ લોકેશનને નષ્ટ કરી શકે છે.

અપાચેનું નિર્માણ અમેરિકાના એરિઝોનામાં થયું છે. આ અગાઉ ભારતીય વાયુસેનાને ચિકૂન હેવીલિફ્ટ હેલિકોપ્ટર મળી ગયું છે. બોઇંગ અઇં-૬૪ ઊ અપાચે વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટર ગણાય છે. ગત વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને છ એએચ-૬૪ઇ હેલિકોપ્ટર આપવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ચીન અને પાકિસ્તાની બોર્ડર પર તહેનાત કરવામાં આવશે.

અપાચે ૩૬૫ કિમી/કલાકની ઝડપે ઉડાન ભરે છે. તેજ ગતિના કારણે તે દુશ્મનોની ટેન્કરોને સરળતાથી ફૂરચા ઉડાવી શકે છે.આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ્સ લાગેલી છે, જેના પેલોડ એટલા તીવ્ર વિસ્ફોટકોથી ભરેલા હોય છે કે, દુશ્મનોનું બચવું લગભગ અશક્ય થઇ જાય છે. આ ઉપરાંત તેની બંને તરફ ૩૦ખખની બે ગન લાગેલી છે. તેનું વજન ૫,૧૬૫ કિલોગ્રામ છે. તેની અંદર બે પાઇલટ્સને બેસવાની જગ્યા હોય છે. તેને એ પ્રકારે ડિઇઝાન કરવામાં આવ્યું છે કે, તે યુદ્ધ ક્ષેત્રમાં કોઇ પણ સ્થિતિમાં ટકી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.