અબતક, નવીદિલ્હી
એક તરફ ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ પામવા માટે હરણફાળ ભરી રહ્યું છે અને નવા નવા આવિષ્કારો ટેકનોલોજી ક્ષેત્રે કરી રહ્યું છે પરંતુ સંરક્ષણ ક્ષેત્રમાં હજુ પણ ભારત દેશ ઘણો પાછળ હોય તેઓ સ્પષ્ટપણે લાગે છે જેનું મુખ્ય કારણ એ છે કે સંરક્ષણ ક્ષેત્રમાં જે શસ્ત્ર-સરંજામ નો ઉપયોગ થતો હોય તે ટેકનોલોજી ખૂબ જ જૂની હોવાના કારણે સૈનિકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
પટણીટોપના ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં બે પાયલોટ પોતાના જીવ ગુમાવ્યા
એવી જ એક ઘટના જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જોવા મળી જેમાં ભારતીય વાયુસેનાનું ચીતા નામક હેલિકોપ્ટર ઉધમપુર જિલ્લાના પટણીટોપ ના ગાઢ જંગલમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં ક્રેશ થયું હતું અને તેમાં રહેલા 2 પાયલોટો નો જીવ પણ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ખરાબ હવામાન ના પગલે આ દુર્ઘટના થઈ હોવાનું જાણવા મળ્યું છે ભારતીય વાયુસેનાનું ટ્રેનિંગ હેલિકોપ્ટર શીવગઢ ધાર વિસ્તારમાં
દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં પાયલોટ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજકોટ ને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ભારતીય વાયુસેનામાં ચીતા અને ચેતક નામક હેલિકોપ્ટર સિંગલ એન્જિન હોવાના કારણે દુર્ઘટના થવાના ચાન્સ સૌથી વધુ જોવા મળતા હોય છે ત્યારે સરકાર અને વાયુ સેના દ્વારા આ પ્રકારના હેલિકોપ્ટરને અપગ્રેડ કરવા જોઈએ અથવા તો તેનો સારો વિકલ્પ પણ શોધવો જોઈએ જેથી માનવ નુકસાની સેનાએ ન ભોગવવી પડે.