વિશ્ર્વની ૧૦૦૦ જેટલી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના સર્વેક્ષણમાં ધી ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-૨૦૧૮ જાહેર કરાયું
વિશ્ર્વની ૧૦૦૦ જેટલી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના સર્વેક્ષણમાં ધી ટાઈમ્સ હાયર એજયુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેકીંગ-૨૦૧૮ જાહેર કરવામાં આવેલ છે. જેની વિગત ખૂબજ રસપ્રદ છે અને વૈશ્ર્વિક સ્તરે જોવા જઈએ તો ઓકસફર્ડ યુનિવર્સિટીએ તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટી ચોથા ક્રમમાંથી બીજા ક્રમ ઉપર આવેલ છે, અમેરીકાની કેલીફોર્નિયા ઓફ ટેકનોલોજી ૨૦૧૭માં બીજા ક્રમે હતી જે ત્રીજા ક્રમે ધકેલાયેલ છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે ત્રીજા ક્રમે, એમ.આઈ.ટી. પાંચમાં ક્રમે, હાવર્ડ છઠા ક્રમે, પ્રીન્સ્ટન સાતમાં ક્રમે ત્યારપછી ઈમ્પીરીયલ કોલેજ ઓફ લંડન, શીકાગો યુનિવર્સિયી, સ્વીસ ફેડરલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાનો સમાવેશ થાય છે.ભારતે એટલા પુરતો ચોક્કસ આત્મસંતોષ લેવાનો છે કે વિશ્ર્વની ટોચની ૧૦૦૦ યુનિવર્સિટીમાં ભારતની ૨૫ જેટલી યુનિવર્સિટીઓનો સમાવેશ થયેલ છે અને ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે બનારસ હિન્દુ યુનિવર્સિટી ક્રમાંક ૬૦૧ થી ૮૦૦ વચ્ચે આવે છે અને ૨% જેટલા વિદેશી વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી આકર્ષી શકે છે અને શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૧૪.૬% નું પ્રમાણ રહેલું છે. પ્રથમ ક્રમે બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ (૨૦૧ થી ૩૦૦), આઈ.આઈ.ટી. બોમ્બે (૩૫૧ થી ૪૦૦), આઈ.આઈ.ટી., દિલ્હી (૫૦૧ થી ૬૦૦), આઈ.આઈ.ટી., કાનપુર (૫૧૦ થી ૬૦૦) ઉપરાંત અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, આઈ.આઈ.ટી., ખડગપુર, રુરકી, ગૌહાટી, મદ્રાસ, દિલ્હી યુનિવર્સિટી, ઈન્ડિયન સ્કુલ ઓફ માઈન્સ, જાદવપુર યુનિવર્સિટી, એન.આઈ.ટી. ‚રકેલા, પંજાબ યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી તેજપુર યુનિવર્સિટી, આંધ્ર યુનિવર્સિટી ઉપરાંત કેરાલા યુનિવર્સિટી, જામીયામીલીયા, કલકત્તા યુનિવર્સિટી, બીટસપીલાની અને અન્નામલાઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ પહેલાનાં રેન્કીંગમા ૨૦૧-૨૫૦નાં ક્રમમાં હતી પરંતુ ખાસ કરીને સંશોધન ક્ષેત્રે-સવિશેષ પ્રકાશન ક્ષેત્રમાં થોડું જ પાછળ હટતાં તેનો ક્રમ ૨૫૧-૩૦૦ એ ધકેલાયેલ છે. આઈટીઆઈ બોમ્બે એ સ્થિર ગતીએ પોતાનું સ્થાન જાળવી રાખેલ છે, પરંતુ આઈટીઆઈ દિલ્હી, કાનપુર, મદ્રાસ પણ એક બેન્ડ પાછળ ધકેલાયેલ છે.આ અને હજુ આવા અનેક કારણોસર એ બાબત ચર્ચામાં રહે છે કે એશીયામાં ચાઈના જ નહીં પરંતુ એશીયાના ટચુકડા દેશો હોંગકોંગ, સિંગાપોર વિશ્ર્વસ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તો આપણો વિશાળ દેશ કે જે નાલંદા, તક્ષશીલા, વિક્રમશીલા જેવી વિશ્ર્વની પ્રથમ યુનિવર્સિટીઓ શ‚ કરનાર દેશ કેમ પાછળ રહી જાય છે ? ટાઈમ્સ હાયર એજયુકેશનના ડાયરેકટર કીલ બેટીના મતે એ વાતનું દુ:ખ છે કે ઝડપથી આગળ વધી રહેલ ભારત દેશ યુનિવર્સિટી રેન્કીંગમાં કેમ પાછળ ગયેલ છે ?ગુણવતાયુકત સંશોધન એ ભારત માટે ખુબ જ મોટો પડકાર છે, તાજેતરમાં કરાયેલ સર્વે મુજબ ૨૭% જેટલો સંશોધનનો હિસ્સો બોગસ કહી શકાય તેવા જર્નલ્સમાં પ્રકાશીત થયેલ છે. તાજેતરમાં નવા ૮૦૦૦ રીસર્ચ જર્નલ અસ્તિત્વમાં આવી ગયેલ છે અને ૪ લાખ જેટલા રીસર્ચ સ્ટડી પ્રકાશિત કરવામાં આવે છે – અલબત ભારતની જ આ સ્થિતિ છે તેવું નથી પરંતુ અમેરીકા (૧૫%) જાપાન (૪%) ઈરાન (૪%)ની પણ આ સ્થિતિ છે.એનડીએ સરકારે ઓગસ્ટ-૨૦૧૭માં ખુબ સારી શ‚આત કરી જે અંતર્ગત પસંદ કરાયેલ ૨૦ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વિશેષ સવલતો અને છુટછાટ આપવામાં આવશે તથા સંશોધન-ઉત્કૃષ્ટતા માટે વૈશ્ર્વિક સ્તરે આપસી સહકાર માટે પ્રોત્સાહિત કરાશે, આ સાચી દિશાનું વાસ્તવિક કદમ છે.વૈશ્ર્વિક સ્તર ઉપર ફરી નજર નાખીએ તો વિશ્ર્વનો ૧૦૦૦ ટોચની યુનિવર્સિટીઓ ૭૭ જેટલા દેશોમાં ફેલાયેલ છે. પ્રથમ ૨૦૦માં સૌથી વધુ અમેરીકાની યુનિવર્સિટીનો સાથે તે ટોચ પર છે પરંતુ વિશ્ર્વની પ્રથમ-દ્વિતીય એક બંને સાથે બ્રિટનની ઓક્ષફર્ડ અ કેમ્બ્રીજ યુનિવર્સિટીઓ છે. ચાઈનાએ પ્રગતિની હરણફાળ ભરી છે. પ્રથમ ૩૦માં તેની બે યુનિવર્સિટીઓ છે. યુરોપ મુજબ સ્થાન જાળવ્યુંછે. લેટીન અમેરિકા અને આફ્રિકન દેશો પાછળ ગયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરીયા, સિંગાપોર અને ફીનલેન્ડ પોતાની શૈક્ષણિક ઉત્કૃષ્ટામાં મહારથી દેશો સાથે સ્પર્ધામાં છે. ટીચર ટ્રેઈનીંગમાં ફીનલેન્ડ મોડેલ વિશ્ર્વમાં શ્રેષ્ઠ ગણાય છે. તાઈવાન, નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, જર્મની, નોર્વે, સ્વીડન, કેનેડા સહિતના દેશો પ્રથમ ૨૦૦ યુનિવર્સિટીઓમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. બ્રેકઝીટના અત્યંત મહત્વના નિર્ણય પછી બ્રિટનને ખુબ જ મોટો ફટકો પડેલો હતો પરંતુ ઓકસફોર્ડ યુનિવર્સિટીના કુલપતિ લુઈસ રીચાર્ડસનના મતે સંશોધન, પ્રકાશન સહિતના ક્ષેત્રમાં યુનિવર્સિટીના ઉત્કૃષ્ટ દેખાવના કારણે બ્રિટને અમેરીકાને શૈક્ષણિક ક્ષેત્રે પાછળ રાખી દીધું છે. અત્યાર સુધીના સમયમાં ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રમાં જે યુરોપ અને ઉતર અમેરિકાનું આધિપત્ય હતું. તેમાં ધીમે ધીમે એશિયાના ચીન, સીંગાપોર અને જાપાન જેવા દેશોની યુનિવર્સિટીઓ પણ પોતાનું પ્રદાન કરી રહેલ છે. જેમ કે ચીનની પેકીંગ યુનિવર્સિટી હવે વિશ્ર્વના ટોચના ૩૦ યુનિવર્સિટીના લીસ્ટમાં સામેલ છે. તેજ રીતે શીગુના યુનિવર્સિટી પણ મેલબોર્ન યુનિવર્સિટીને પાછળ છોડી ટોચની ૩૦ યુનિવર્સિટીના લીસ્ટમાં આવી ગયેલ છે. એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી, નેશનલ યુનિવર્સિટી ઓફ સીંગાપોર પણ ૨૨માં સ્થાન પહોંચી ગયેલ છે.