બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેળવતા ભારતને કુલ ૭ મેડલ મળ્યા
શોટપુટર મનપ્રીત કૌર અન લોંકડિસ્ટન્સ રનર જી. લક્ષમણને ૨૨મી એશિયન એથ્લેટીકસ ચેમ્પીયનશીપના પ્રથમ દિવસેજ બે ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રારંભ કર્યો હતો. તાજેતરમાં નવી નીના અને નયન જેમ્સ દ્વારા એક સિલ્વર અને એક ગોલ્ડ વીમેન્સ લોગજંપમાં જયારે વિકાસ ગૌડા, સંજીવની યાદવ અને અનુ રાણીએ વ્યકિતગત બ્રોન્ઝ ડીસ્કસથ્રો અને વીમેન્સ ૫૦૦૦ મી. રેસ અને ગોળા ફેંકમા મેળવીને ભારતના મેડલની સંખ્યામાં વધારો કર્યો હતો.
હેવીવેઈટમાં ચાઈના બીજા ક્રમે રહેતા એક ગોલ્ડ અને બે સિલ્વર મેળવ્યા છે. બર્થડે ગર્લ મનપ્રીતે ગોલ્ડમેડલ ભારતના ખાતામાં અપાવવા તેની કારકીર્દીનો બીજો થ્રો ૧૮.૨૮ મીટરનો નોંધાવ્યો હતો તેણીએ ચાઈનીઝ ચેમ્પીયન ગુઓ ટીયાંકીનને હરાવી જીત મેળવીને તેના બર્થડેની શ્રેષ્ઠ ગીફટ કલીંગા સ્ટેડીયમમાં નોંધાવી હતી. ટીયાંકીને તેનો શાનદાર થ્રો ૧૭.૯૧ મીટરનો નોંધાવતા જાપાનની આયાઓતા ૧૫.૪૫ મીટરના થ્રો સાથે ત્રીજા ક્રમે રહી હતી. તેણી આજે ગોલ્ડ જીતે તેવી અપેક્ષા હતી તેણે આ સીઝનમાં ચીનમાં ૧૮.૮૬મી એશિયન ગ્રાન્ડ પ્રીકસમાં એપ્રિલમાં આઠ પ્રતિસ્પર્ધીને હરાવી ચૂકી છે.
એશિયન ચેમ્પીયનશીપમાં વિજેતાને આગામી મહિને લંડનમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં દાવેદાર બનશે ત્યારે પંજાબના પટીયાલા નજીકના ગામની મનપ્રીત હવે આ વૈશ્ર્વિક ઈવેન્ટમાં પોતાની દાવેદારી પોતાને નામે કરી દીધી છે.
૨૭ વર્ષનાં લક્ષમણને દેશને બીજો ગોલ્ડમેડલ મેન્સ ૫૦૦૦મી રેસ દ્વારા અપાવ્યો છે. જેણે ૨૦૧૩માં વુહાનમાં બ્રોન્ઝ જીત્યો હતો. તે પછી પોતાની ક્ષમતા વધારી તેની રેસ ૧૪મીનીટ અને ૫૪.૪૮ સેક્ધડમાં પૂર્ણ કરી લીધી હતી.
કતારના યાસેસ સાલેમ ૧૪:૫૫:૮૯ બીજા ક્રમે તથા સાઉદી અરેબીયાના એહમદે ૧૪:૫૬:૮૩ ત્રીજા ક્રમે રહ્યા હતા ભારતે એક સિલ્વર અને એકબ્રોન્ઝ વીમેન્સ લોંગ જંપમાં અપાવનાર વીનીના અને નયન જેમ્સે ૬.૫૪મી, ૬.૪૨ મીટર થ્રો કર્યા હતા. વિયેટનામના બુઈ થી થુ એ બેસ્ટ જમ્પ ૬.૫૪ મીટર કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે તેજ રીતે નીનાએ ૬.૪૪ મીટર જંપ કરી બીજો ક્રમ મેળવ્યો હતો જે અગાઉના ભારત દ્વારા નોંધાવાયેલા ૬.૩૨ કરતા વધુ સારો હતો.
વીમેન્સની ૫૦૦૦મીમાં સંજીવની યાદવે જીત મેળવી ભારતના મેડલમાં વધારો કર્યો હતો. તેણે ૧૬ મીનીટ ૦૦.૨૪ સેક્ધડ સમય લીધો હતો જે કીર્ગીસ્તાનના દરિયા મસ્લીવા ૧૫:૫૭:૯૫ અને યુએઈના આલીયા મોહમ્મદ ૧૫:૫૯:૯૫ કરતા પાછળ હોઈ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
જયારે મેન્સ ડીસ્કસથ્રોમાં વિકાસ ગૌડા ગોલ્ડ મેળવવા નિષ્ફળ રહ્યા હતા પણ મહેનત દ્વારા ૬૦.૮૧મી ફેંકીને ઈરાનના એહસાન હદાદીને ગોલ્ડ તેના શ્રેષ્ઠ થ્રો માટે ૬૪.૫૪ની જયારે મલેશિયાના મોહમદ ઈરફાને ૬૦.૯૬મી સાથે બીજા ક્રમ બાદનો ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેળવ્યો હતો. અનુરાણીએ મહેનત કરી ૫૭.૩૨મી માં બ્રોન્ઝ મેળવી મેડલમાં ઉમેરો કર્યો હતો.