ડકવર્થ લુઇસના આધારે ભારતે શ્રીલંકાને ૯ વિકેટથી શ્રીલંકાને માત આપી.
હાલ દુબઈ ખાતે અંડર-19નો એશિયા કપ રમાઈ રહ્યો હતો, જેમાં ફાઈનલમાં ભારત અને શ્રીલંકાની ટીમ આમને-સામને હતી ત્યારે સતત આઠમી વખત ભારતે એશિયા કપ ની ટ્રોફી જીતી લીધી છે અને એક નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ડકવર્થ લુઈસ ના આધારે ભારતીય ટીમે શ્રીલંકાને નવ વિકેટે માત આપી ચેમ્પિયનશિપનો તાજ પોતાના શિરે ધારણ કર્યો હતો. શ્રીલંકાએ ફાઇનલમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં ટીમે 38 ઓવરમાં નવ વિકેટે 106 રન બનાવ્યા હતા. અને ભારતીય ટીમને 107 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
107 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર એક વિકેટ ગુમાવી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો અને એશિયા કપની ચેમ્પિયનશિપ પણ સતત આઠમી વખત જીતી હતી. અંડર-૧૯ એશિયા કપની આ ૯મી ટુર્નામેન્ટમાં ભારતે આઠમી વખત ટાઈટલ જીતીને સૌથી વધુ વખત ટુર્નામેન્ટ જીતવાનો નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો.ભારતે શ્રીલંકાને ફાઈનલમાં હરાવીને અંડર-૧૯ એશિયા કપ જીતી લીધો હતો.
આ સાથે ભારતનો અંડર-૧૯ એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામેનો રેકોર્ડ ૫-૦થી થઈ ગયો હતો. બીજી તરફ ભારતે ૧૯૮૯, ૨૦૦૩, ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૧ના અંડર-૧૯ એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી આ સિવાય ભારતે ૨૦૧૩-૧૪ની ફાઈનલમાં પાકિસ્તાનને અને ૨૦૧૯ની ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ.
ફાઇનલમાં શ્રીલંકાને હાર આપી ભારતે એક નવો રેકોર્ડ નું ઉભો કર્યો છે જેનાથી ટીમનું મનોબળ ખૂબ મજબૂત બન્યું છે ત્યારે આગામી સિરીઝમાં પણ ભારતનો વિજય અને નવા શિખરો સર કરવા માટે ખૂબ ઉપયોગી નીવડશે.