લંકાનો ગઢ હાંસલ કરશે વિરાટ આણી મંડળી ?
રવિ શાસ્ત્રીને ચીફ કોચ તરીકેની જવાબદારી સોંપાયા બાદ આજથી શ્રીલંકા સામે ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. સંગાકારા અને જયવર્દનની નિવૃતિ બાદ સાવ સાધારણ સ્તરની લાગતી શ્રીલંકન ટીમ સામે શ્રેણી જીતવા ભારત હોટ ફેવરીટ છે.
કેપ્ટન વિરાટ કોહાલી, રોહિત શર્મા, શિખર ધવન, ચેતેશ્ર્વર પુજારા જેવા બેટસમેન અને અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ જેવા ઓલરાઉન્ડર તેમજ શમી, ભુવનેશ્ર્વર જેવા બોલરોની હાજરીથી ટીમ ઈન્ડીયા સામે શ્રીલંકાની ટીમ સાવ નબળી લાગી રહી છે. ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૧૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થઈ ગયો છે.
એક તરફ ભારતમાં એક થી એક ચઢિયાતા સ્ટાર્સ છે. તો શ્રીલંકાની ટીમમાં મેથ્યૂસ, પરેરા, હેરાથ, જેવા જૂજ ખેલાડીઓ પર ટકકર ઝીલવાની જવાબદારી છે. ભારતે ગત સીઝનમાં જોરદાર દેખાવ કર્યો હતો. જેના કારણે આજથી શ‚ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી જીતવા ભારતીય ટીમનો આત્મવિશ્ર્વાસ બુલંદ છે.
ભારતના રોહિત શર્મા અને મોહમ્મદ શમી પર નજર રહેશે. જયારે શ્રીલંકાના યુવા ખેલાડી પુષ્પકુમાર પર દારોમદાર રહેશે. ભારત ગત સીઝનની સફળતા બરકરાર રાખવા તત્પર છે. ભારત ૪ માસ બાદ ટેસ્ટ રમી રહ્યું છે.