વડાપ્રધાન મોદીના જમ્મુ પ્રવાસના એક દિવસ પહેલા પાક સરહદે કર્યું ફાયરીંગ, શસ્ત્રવિરામનો ભંગ.

ભારત-પાક વચ્ચેના તણાવો વધી રહ્યા છે. જયારે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. એના એક દિવસ પહેલા પાકિસ્તાને ફરી વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. કાશ્મીરમાં આરએસપુરા અને અરનિયા સેકટરમાં પાકિસ્તાની રેન્જર્સે રાતભર હથિયારોથી ફાયરીંગ કર્યું હતું. તેમાં બીએસએફના અધિકારીઓ સહિત ચાર નાગરિકોના જીવ ગયા હતા તો છ લોકોને ઈજા પહોંચી હતી.

પહેલા સરહદે શસ્ત્રવિરામ ભંગની ઘટના ઘટી છે. પાકિસ્તાને આ પહેલા ૧૪ મેના રોજ ત્રણ વાર અંકુશરેખા પર ભારતીય વિસ્તારોમાં ગોળીબાર કર્યા હતા. બીએસએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સીતારામ ઝારખંડના ગિરિડીહના રહેવાસી છે. પાકિસ્તાન તરફથી ૧૬ અને ૧૭મેના રોજ હિરાનગરમાં પણ ફાયરીંગ થયું હતું. તેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. ત્યારે ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને અરણિયા ક્ષેત્રને ફરી નિશાન બનાવ્યું હતું.

હવે વડાપ્રધાન મોદી શનિવારે જમ્મુની મુલાકાત લે તે પહેલા સુરક્ષા દળોએ શસ્ત્રવિરામ બાજુમાં મુકીને સરહદ પારસી ઘુસી આવેલા ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર માર્યા છે. કુપાવાડાના બ્રિંઝાલ વિસ્તારના જંગલોમાં ત્રણ ઘુસણખોરોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.