ભારત-ઇરાન અને અફઘાનિસ્તાનની ત્રિકોણીય સમજુતીને વધુ ગાઢ બનાવશે

અમેરિકાના કડક પ્રતિબંધોના માહોલ વચ્ચે ભારત એકમાત્ર એવો દેશ છે કે જે ઇરાનના ચા બહાર બંદરની વિકાસ પ્રરિયોજનામાં મૂડી રોકાણ અને તેમાં પાયાના પથ્થર તરીકે ઇરાનના પડખે ઉભુ છે અને દિલ્હી અને ઇરાન વચ્ચે મૂડીરોકાણ અને સહકારના પરસ્પર સુદ્રઢ સંબંધો પ્રર્વતી રહ્યાં છે. તેમ ઇરાનમાં રહેતા ભારતીય રાજદૂતે અંગ્રેજી અખબાર તહેરાન ટાઇમ્સને ગદ્દામ ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તેમણે કહયું હતું કે. અમે પાડોશીઓ પણ છીએ, અમે દરિયાઇ પાડોશીઓ અને હવે તો ચા બહાર બંદરના વિકાસ માટે બે દેશો વચ્ચેના પ્રણેતા વ્યાપાર વ્યવહાર અને એક ખુબ જ સારા ઘનિષ્ઠ દરિયાઇ પાડોશીઓ બની ગયા છીએ. અમને ખુબ જ આનંદ અને ગૌરવ છે કે ઇરાને ચા બહારના શહીર બે હિસ્ત બંદરને ચા બહાર પરિયોજનાના પ્રથમ ચરણમાં વિકાસમાં ભારત પર ભરોસો મુકયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચા બહારમાં અત્યારે ભારતની ભાગીદારીથી સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને જરુરી સાધન સરંજામ માટે અમે ચીન, ઇટાલી, ઇગ્લેન્ડ અને જર્મનીમાંથી વસ્તુઓ આયાત કરવાનો ઓર્ડર પણ આપી દીધા છે. અને આ તમામ ચીજવસ્તુઓ ઓકટો. સુધીમાં મળી જાય તેવી આશા સેવી રહ્યા છીએ.

એમ એવું સ્પષ્ટ પણે માની રહ્યા છીએ કે દક્ષિણ એશિયન અને પૂર્વ યુરોપમાં અઝહર બેઇઝાન અને મઘ્યપૂર્વના દેશો સાથે વ્યાપાર વ્યવહારા  થકી આર્થિક વિકાસ માટે ઇરાન અમારા અર્થતંત્રથી ધરી બની રહ્યું છે. અઝર બેઇઝાનના માઘ્યમથી અમને બે પરિવહન માર્ગ પ્રાપ્તિ થાય છે. એક ચા બહાર મઘ્ય એશિયાના પ્રવેશ દાર અને બીજો બંદર અબ્બાસ અમે અફધાનિસ્તાન સાથે પણ આ બંદર પરથી માલ પરિવહન માટેની પરિયોજના માટે ભાગીદાર બન્યા છીએ.

ભારત, ઇરાન અને અફઘાનિસ્તાને ત્રિકોણીય સમજુતી પર હસ્તાક્ષર કરી ભારત ચા બહાર બંદરનો ઉપયોગ ચીજવસ્તુઓનો પુરવઠો  અને માલ સામાનના પરિવહન માટે ઉ૫યોગ કરવા સહમત થયું છે. આ બંદરનો વિકાસ ધમધોકાર પણે આગળ વધી રહ્યું છે. અને આગામી એકાદ વર્ષમાં ભારત તેના ઉપયોગ કરવા લાગશે આ બંદર પરથી ભારતનું વહાણવટુ વ્યાપાર શરુ થયા પછી તેનું કદ વિસ્તૃત કરવામાં આવશે. અને બન્ને દેશો વચ્ચે વ્યાપાર કરાર પણ કરવામાં આવશે તેમ ધર્મેન્દ્રએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.