ડોકલામ વિવાદમાં ભારતની અડગતાથી ચીન પણ ચકિત: ભારત ફરીથી ‘બીગ બ્રધર’ની જવાબદારી લેવા તૈયાર

દોકલામ વિવાદમાં એક પણ ગોળી છોડયા વગર માત્ર કુટનીતિને સહારે ચીનને પછડાટ આપવાની ઘટના ઐતિહાસિક બની ગઇ છે. ભારત માટે આ વિજય ઉજવવા જેવો પ્રસંગ છે. અગાઉ ભારત આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ‘ઢ’ હોવાના આક્ષેપો અનેક વખત થઇ ચુકયા છે. ત્યારે ચીન સામેની વ્યુરચનામા થયેલાવિજયથી તમામના મોઢા બંધ થયા છે.

ચીન સામે દોકલામમાં દાખવેલી  મકકમતાની એશિયાના તમામ દેશોને ભારતની તાકાતનો પરચો મળી ગયો છે. શ્રીલંકા સહીતના દેશો પણ ભારતને માનથી જોવા લાગ્યા છે. ઉપરાંત જાપાન, વિયેતનામ અને ફીલીપાઇન્સી જેવા ચીનના પરંપરાગત શત્રુઓએ પણ આ બાબતે ભારતની પીઠ થાબડી છે. ભૂતાનનો વિશ્ર્વાસ પણ ભારત તરફ અડગ થઇ ગયો છે. પરિણામે ભારતને વફાદાર પાડોશી મળ્યા છે.

પહેલા કોઇ વિસ્તારને વિવાદીત બનાવવો ત્યારબાદ તે વિસ્તાર ઉપર પોતાનો હોવાનો દાવો કરવો અને ત્યારબાદ તે વિસ્તાર કબજામાં લેવો તેવી મોડસ ઓપરેન્ડી ચીનની હંમેશાથી રહી છે. અનેક દેશોના વિસ્તારો ચીન પચાવી ચુકયું છે. ખંધા ચીને આખે આખુ તીબેટ પણ પોતાનું કર્યુ છે. ત્યારે દોકલામમાં એક તસુભાર પણ જમીન ન આપવાની ભારતની અડકતાથી ચીન પણ ચકીત થયું હતું. અનેક ધાક ધમકીઓ ઉચ્ચારી હતી. અગાઉનું યુઘ્ધ યાદ કરાવ્યું હતું. જો કે આ વખતે ભારત ચીનના ભરડામાં આવ્યું નહીં.

ભારતની આસપાસના દેશોની સામ, દામ, દંડ ભેદથી પોતાના પક્ષમાં કરવાની ચાલ ચીન દાયકાઓથી રમી રહ્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા અઅને હવે તો નેપાળ પણ ચીનની સહાય લે છે. આ સહાય વાળવી કેટલી મુશ્કેલ પડશે તે કડવો અનુભવ આ દેશોને ભવિષ્યમાં થશે જ પરંતુ હાલ તો ચીનની વિસ્તારવાદી નીતી ભારત માટે ખુબજ મુશ્કેલ બાબત છે. મીત્રતાનો ડોળ કરવો ચીન માટે આસાન છે. ભૂતકાળમાં ભારતને ચીનના આવા અનેક કડવા અનુભવો છે. જેથી ભારત સરકારે હવેથી ચીન તરફથી છાશ પણ ફુંકી ફૂંકીને પીવાનો નિધાર કર્યો છે. પરિણામે ભારતે ચીનના શત્રુ દેશોને હથિયાર અને આર્થિક સહાય પણ કરી છે. આ ઉપરાંત દોકલામ જેવા આંતરરાષ્ટ ી વિવાદમાં ચીનને પછાડી પોતાની તાકાતનો પરચો પણ આપી દીધો છે. આ જીતની ઉજવણી ઐતિહાસિક બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.