ભારતે ન્યુઝીલેન્ડમાં 10 વર્ષ બાદ સિરીઝ જીતી છે. આ પહેલા 2009માં એમએસ ધોનીની કપ્તાનીમાં ભારત 3-1થી જીત્યું હતું. મેચમાં ત્રણ વિકેટ લેનાર મોહમ્મદ શમીમેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 244 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 41 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 245 રન કરી મેચ જીતી હતી.
ભારત માટે રોહિત શર્માએ 64 અને વિરાટ કોહલીએ 60 રન કર્યા હતા. તે ઉપરાંત અંબાતી રાયુડુએ 40 અને દિનેશ કાર્તિકે 38 રનનું યોગદાન આપ્યું હતું, 39 રનના સ્કોરે શિખર ધવનની વિકેટ ગુમાવ્યા બાદ કોહલી અને શર્માએ 113 રનની ભાગીદારી કિવિઝને મેચની બહાર કર્યું હતું. કિવિઝ માટે ટ્રેન્ટ બોલ્ટ2 અને મિશેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.
India wins 3rd ODI against New Zealand by 7 wickets. Takes unassailable 3-0 lead in the series. #NZvIND pic.twitter.com/MklxzBA3ZB
— ANI (@ANI) January 28, 2019