સ્વદેશી રસી કોવેક્સિન, સિરમ ઈન્સ્ટીટયુટ અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુકતપણે વિકસાવાયેલી એસ્ટ્રાજેનેકા અને ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડી ભારતના વેક્સિનેશન અભિયાનમાં ‘ત્રિદેવ’ના રૂપમાં કામ કરશે!!

કોરોના વાયરસના લીધે વિશ્વભરમાં છવાયેલી મહામારીને નાથવા તમામ રાષ્ટ્રની સરકારો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો અથાગ પ્રયાસોમાં ઝુંટાયા છે. બ્રિટન, અમેરિકા, રશિયા ઉ૫રાંત અરબ દેશોમાં રસી આપવાનું અભિયાન શરુ થઇ રહ્યું છે. ત્યારે હવે, ભારતમાં પણ આગામી જાન્યુઆરી માસથી રસીકરણ ઝુંબેશ શરુ થવાની છે. જેમાં ભારતે ‘ત્રિવેદ’ નો ઉપયોગ કરવાની રણનીતી ઘડી છે. કોરોના વાયરસને મ્હાત આપવામાં મહત્વની અને આપણી દૈવીય ભાષામાં કહીએ તો ‘દેવ’ ગણાતી એવી ત્રણ રસીઓ ભારતમાં મહત્વનો ભાગ ભજવશે. જેમાં સ્વદેશી રસી કોવેકિસન, સીરમ ઇન્સ્ટીટયુટ અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુકતપણે વિસસાવાયેલી એસ્ટ્રાજેનેકા અને ઝાયડસ કેડિલાની રસી ઝાપકોવ-ડી નો સમાવેશ છે. ભારતના રસીકરણ અભિયાનમાં આ ત્રણ રસીનો જ મોટાપાયે ઉપયોગ થાય તેવી શકયતા છે.

કોરોના મહામારીમાંથી ઉગરવા દરેક દેશો મથી રહ્યા છે. ‘સચોટ’ રસીની શોધ કરી. પોતાના નાગરીકોને સૌ પ્રથમ ડોઝ આપી વાયરસ મુકત થવા હરિફાઇમાં ઉતર્યા છે. તો બીજી તરફ રસીની કિંમતો, આડ અસરની આશંકા તેમજ સંગ્રહ ક્ષમતાને લઇ રસીની રસ્સાખેંચ જામી છે. આ રસ્સાખેંચ વચ્ચે ભારત ‘ત્રિદેવ’ ના સ્વરૂપમાં ત્રણ રસીઓનો ઉપયોગ કરવા તૈયારી દાખવી છે. ભારતની આ તૈયારી રસીકરણ ઝુંબેશને વધુ ‘સચોટતા’ પ્રદાન કરશે. કારણ કે હજુ રસીની આડઅસરને લઇ કોઇ ચોકકસતા અગાઉથી કરી શકાય નહિ. રસીના ડોઝે લીધા બાદ આડઅસર થશે જ નહિ તેવું કહિ શકાય નહિ, રસીથી દર્દીઓને એલર્જીક રીએકશન થઇ શકે છે. જે દર્દીઓની તાસીર પર પણ આધાર રાખે છે. આથી આવા સંજોગોમાં વૈકલ્પિક ધોરણે ભારતે ત્રણ રસીઓનો ઉપયોગ કરવા માળખું તૈયાર કર્યુ છે. કે જેથી કરીને એક રસીથી આડઅસર થાય તો બીજી રસીની પ્રાધાન્ય વધારી શકાય, કઇ રસી સૌથી વધુ અસરકારક અને કારગર નીવડે છે તે પણ જાણી શકાય, પરંતુ હવે આ ઝુંબેશમાં કઇ રસીને પ્રથમ મંજુરી મળે છે તે જોવાનું રહ્યું.

આમ, જોઇએ તો ભારતમાં હાલ અલગ અલગ આઠ પ્રકારની રસીઓ પરીક્ષણ હેઠળ છે. જેમાંથી સ્વદેશી રસી કોવેકિસન અને એસ્ટ્રાજેનેકાના ત્રીજા તબકકાના પરીક્ષણ પૂર્ણ થઇ ચુકયાં છે. મંજુરી માટે રાહ છે તો આ અંતિમ તબકકાના પરિણામોની રસી વિકસાવનારી બન્ને કંપનીઓના સીઇઓનો દાવો છે કે તેમની રસી ત્રીજા પરીક્ષણમાં પણ સફળ રહી છે કોરોનાની આ લડાઇમાં વાયરસનો ખાત્મો કરવા સુરક્ષીત છે. તો આડઅસરની શકયતાઓ પણ નહિવત હોવાનો મત વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.