શ્રીલંકા સામેની શ્રેણીની તૈયારી શરૂ
શ્રીલંકા સામે ગુરુવારથી શરૂ થઇ રહેલી ૩ ટેસ્ટની તૈયારીઓ ભારતીય ટીમે શરૂ કરી દીધી છે.
અહીં ઇડર ગાર્ડન ખાતે યોજાયેલા પ્રથમ પ્રેકટીસ સેશનમાં ભારતીય બેટધરોને રીવર્સ સ્વિપ તેમજ શોર્ટ બોલનો સામનો કરવા પર વધુ ઘ્યાન કેન્દ્રીત કર્યુ હતું. તેમણે સ્પીનરો સામે રીવર્સ સ્વીપમાં ફટકા મારવાની વધુ તાલીમ લીધી હતી કોચે તેમને વધુને વધુ પ્રેકટીસ અવાર નવાર કરવાની સલાહ આપીને સેશનનો અંત આણ્યો હતો. બેટધરો ઉપરાંત બોલરોને પણ શોર્ટ પીચ બોલ નાખવાનું જણાવ્યું હતું અને તેનો જ સામનો કરવાની પ્રેકટીસ પર ઘ્યાન આપ્યું હતું.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી તારીખ ૧૬મી નવેમ્બરથી કલકતા ખાતે ઇડન ગાર્ડનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવાનો છે.
પ્રેકટીસ સેશનમાં વિરાટ કોહલી, ધવન, અજિંકય રહાણે, રોહિત જેવા બેટધરો તેમજ રિઘ્ધિમાન સહા, ચેતેશ્ર્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, રમી વિગેરે પણ સેશનમાં સામેલ થયા હતા. તેમને શ્રીલંકા સામેની શ્રેણીની તૈયારીના ભાગ રુપે રીવર્સ સ્વીપ અને શોર્ટ બોલ પર ઘ્યાન દેવા કહેવામાં આવ્યું હતું. કોચ રવિશાસ્ત્રીએ ટિપ્સ આપી હતી.