10 ડિસેમ્બરથી શરૂ થતી સિરીઝમાં 3 ટી-20, 3 વન-ડે અને પછી 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાડવામાં આવશે
ભારતીય ટીમ આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે, જ્યાં ટીમ ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમશે. આ પ્રવાસને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના આ પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરથી 3 મેચની ટી-20 શ્રેણીથી થશે. ત્યારબાદ ત્રણ વન-ડે અને પછી 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાડવામાં આવશે. ભારતમાં રમાનાર આગામી વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ પછી તરત જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. અગાઉ, જ્યારે છેલ્લી વખત ભારતીય ટીમ વર્ષ 2021-22માં દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગઈ હતી, ત્યારે તેને 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટેસ્ટ મેચ સિરીઝ
- પ્રથમ ટેસ્ટ-26 ડિસેમ્બર-સેંચુરિયન
- બીજી ટેસ્ટ-3 જાન્યુઆરી-કેપટાઉન
ટી-20 મેચની સિરીઝ
- પ્રથમ ટી-20 -10 ડિસેમ્બર-ડર્બન
- બીજો ટી-20 -12 ડિસેમ્બર -કુબેરા
- ત્રીજો ટી-20 -14 ડિસેમ્બર-નીસબર્ગ
વન-ડે મેચ સિરીઝ
- પ્રથમ વન-ડે-17 ડિસેમ્બર-જોહનીસબર્ગ
- બીજો વન-ડે-19 ડિસેમ્બર- કુબેરા
- ત્રીજો વન-ડે -21 ડિસેમ્બર-પર્લ