ઈસરોની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિ. (એનએસઆઈએલ) બિઝનેસ એગ્રીમેન્ટ હેઠળ 20 ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવશે. આ જીસેટ ઉપગ્રહોનો ઉપયોગ સંચાર માટે કરવામાં આવશે. સ્વાયત્ત રનવે લેન્ડિંગ સિસ્ટમનું ફરીથી ઉપયોગ કરી શકાય તેવા રોકેટના બે પરીક્ષણોમાં પરીક્ષણ કરવામાં આવશે.
એક જ વર્ષમાં બિઝનેશ એગ્રીમેન્ટ હેઠળ 20 ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાશે
અવકાશ વિજ્ઞાનમાં પ્રગતિના સંદર્ભમાં વર્ષ 2024 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો) ત્રણ મોટા રોકેટ સાથે અવકાશમાં મહત્વપૂર્ણ મિશન મોકલશે. સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે લોન્ચ વ્હીકલ માર્ક 3 (એલવીએમ-3) થી લોન્ચ થશે. તે જ સમયે છ મિશન પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા મોકલવામાં આવશે અને ત્રણ મિશન જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી) દ્વારા મોકલવામાં આવશે. પીએમઓમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, અંતરિક્ષમાં કેટલાક અન્ય મિશન મોકલવાની પણ યોજના છે.
દેશની ટેકનોલોજીકલ ક્ષમતા દર્શાવતો આ ઉપગ્રહ નવા રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)ની ત્રીજી ડેવલપમેન્ટ ફ્લાઇટમાં મોકલવામાં આવશે. ગગનયાન મિશન હેઠળ બે માનવરહિત ફ્લાઇટની પણ યોજના છે. માનવસહિત અવકાશ મિશન મોકલવાની ક્ષમતાની પુષ્ટિ કરવામાં આવશે અને વાસ્તવિક ફ્લાઇટ ઓર્બિટ મોડ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ રોકેટ દ્વારા ગગનયાન માટે સબ-ઓર્બિટ મિશન મોકલવાની પણ યોજના છે. આ સાથે ગગનયાનની ક્રૂ-એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે.
પીએસએલવીના મિશનમાં મોકલવામાં આવનાર છ મિશનમાં એક અવકાશ વિજ્ઞાન ઉપગ્રહ અને પૃથ્વી અવલોકન ઉપગ્રહ અને બે તકનીકી પ્રદર્શન મિશન અને એનએસઆઈએલના વ્યાપારી મિશનનો સમાવેશ થાય છે. જયારે જીએસએલવી મિશનમાં બાહુબલી રોકેટ દ્વારા હવામાનશાસ્ત્ર, નેવિગેશન ઉપગ્રહો અને નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર સેટેલાઇટ મોકલવામાં આવશે.ઉપરાંત એલએમવી 3કે મિશનમાં એનએસઆઈએલ વ્યાપારી મિશન મોકલવાની યોજના ધરાવે છે.